મધ્યપ્રદેશમાં વરસાદ પડવાના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-06 14:22:56
  • Views : 114
  • Modified Date : 2023-07-06 14:22:56

મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 122.52 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે, જ્યારે 121.92 મીટરથી દરવાજા મુકવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં પાણીની આવક 40,895 ક્યુસેક થઈ રહી છે જ્યારે જાવક 5,178 ક્યુસેક થઈ રહી છે. સી.એચ.પી.એચ. નું 1 ટર્બાઇન વીજ ઉત્પાદન માટે ચાલુ કરવામાં આવ્યું છે. અત્યારે નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.

Download Our B K News Today App



Related News