ડીસાની બજારોમાં રાખડીનો ભાવ વધારો હોવા છતાં ગ્રાહકોની સંખ્યામાં વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-06 13:09:47
  • Views : 217
  • Modified Date : 2022-08-06 13:09:47

 

રક્ષાબંધને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાખડીઓ લેવા માટે બજારમાં મહિલાઓની ભીડ લાગી છે રાખડીઓ ના ભાવમાં ગત વર્ષ કરતા ૨૦ ટકાનો ભાવ વધારો થયો છે છતાં પણ ભાઈ- બહેન ના પવિત્ર પ્રેમનો તહેવાર એવા રક્ષાબંધનની રાખડી માટે દુકાનો બહેનોથી ઉભરાઈ રહી છે

 

રક્ષાબંધન એ  ભાઈ બહેનના પવિત્ર પ્રેમ બંધનનો તહેવાર માનવામાં આવે છે દર વર્ષે ઉજવાતા રક્ષાબંધનના પર્વને લઈ બહેનો  ભાઈ ની રક્ષા કાજે  રાખડી બાંધતી હોય છે જે અંતર્ગત  ડીસા શહેરમાં  ઉજવાતા રક્ષાબંધનના પર્વને લઈ  શહેરમાં ખરીદી માટે બહેનોની ભારે ભીડ જામતી હોય છે  બે વર્ષથી કોરોના મહામારી ના કારણે બજારો સુમસામ જોવા મળી હતી  વેપારીઓ પણ  નુકસાનમાં જોવા મળી રહ્યા હતા.ત્યારે ડીસામાં રાખડીની દુકાનોમાં આ વર્ષે મહિલાઓની ભીડ વધી રહી છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમા તહેવાર એવા રક્ષાબંધનની ઉજવણી માટે રાખડીઓ લેવા માટે દુકાનોમાં બહેનો ની ભીડ જોવા મળી રહી છે. સતત બે વર્ષ કોરોના ની મહામારી બાદ હવે દરેક તહેવારો લોકો ઉત્સાહથી ઉજવવા લાગ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે રાખડીઓના ભાવમાં પણ 20 ટકા જેટલો વધારો થયો છે,એક તરફ મોંઘવારી અને બીજી ભાવ વધારો તેમ છતાં પણ પોતાના ભાઈની કલાઈ પર મંદપસંદ રાખડી બાંધવા માટે બહેનો અવનવી રાખડીઓ ખરીદી રહી છે. ડીસા ની બજારમાં અત્યારે 25 પૈસાથી લઈ 150 રૂપિયા સુધીની અવનવી ડિઝાઇન વાળી રાખડીઓ મળે છે. આ વર્ષે ટેડીબીયર , ગણપતિ, ક્રિષ્ના ભગવાન ના પ્રતિકવાળી, તો વળી આ વર્ષે અવનવી સ્ટોન વાળી રાખડીઓની પણ બજારમાં ભારે ડિમાન્ડ છે . . .

Download Our B K News Today App



Related News