બનાસકાંઠા જિલ્લામાં લીલા શાકભાજીના ભાવમાં વધારો : ગૃહિણીઓનું બજેટ ખોરવાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-10 12:49:25
  • Views : 308
  • Modified Date : 2021-07-10 12:49:25

     કોરોનાવાયરસની મહામારીએ સમગ્ર દેશનું અર્થતંત્ર અસ્તવ્યસ્ત કરી દીધું છે ખાસ કરીને કોરોનાવાયરસની મહામારી ની અસર નાના-મોટા ધંધા-રોજગાર સાથે સંકળાયેલા લોકો પર સૌથી વધુ જોવા મળી રહી છે કોરોનાવાયરસની મહામારી ના કારણે અનેક જિલ્લાઓમાં લોકડાઉન આપતા તમામ વ્યવસાયો બંધ થઈ ગયા હતા.જેના કારણે ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાના અનેક વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.ત્યારે કોરોનાવાયરસની મહામારી ની અસર શાકભાજીના વ્યવસાય પર પણ આ વર્ષે મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. સતત કોરોનાવાયરસ તે મહામારીમાં બહાર ના રાજ્યો બંધ થઈ જતા શાકભાજી ની અવરજવર બંધ થઈ હતી જેના કારણે સમગ્ર ભારતભરમાં શાકભાજીના ભાવમાં સતત વધારો થયો હતો ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હાલ કોરોનાવાયરસ ની મહામારી ના કારણે શાકભાજીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

 

     ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીની અસર અનેક ધંધા-રોજગાર પર જોવા મળી રહી છે.ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લીલી શાકભાજીમાં છેલ્લા એક મહિનાથી ધરખમ વધારો થવા પામ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે લીલી શાકભાજી ૨૦થી ૨૫ રૂપિયા કિલો બજારમાં મળતું હતું તે જ શાકભાજી  હાલ ૬૦ થી ૭૦ રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યું છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારીના કારણે તેમજ જોઈએ તેવો વરસાદ ન થવાના કારણે લીલું શાકભાજીનું ઉત્પાદન ઓછું થયું છે.જેના કારણે છેલ્લા એક મહિનાથી લીલી શાકભાજીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.હાલમાં બનાસકાંઠા જિલ્લામાંથી આવતું લીલું શાકભાજી રોજે-રોજ ખેડૂતો બજારોમાં ભરાવા આવતા હતા તેની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે હાલ બનાસકાંઠા જિલ્લાની બજારોમાં રિટેલ બજારમાં વેચાતી શાકભાજીના ભાવ ઉંચા જોવા મળી રહ્યા છે.દર વર્ષેની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ પોતાના ખેતરમાં શાકભાજીના ભાવ સારા મળશે તેવી આશાએ મોટા પ્રમાણમાં ઉંચા ભાવે શાકભાજીના બિયારણ લાવી વાવેતર કર્યું હતું.પરંતુ ચાલુ વર્ષે શાકભાજી વેચવાના સમયે જ લોકડાઉન થતા ખેડૂતોને ફરી એકવાર મોટા પ્રમાણમાં શાકભાજીના વાવેતરમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

 

     કોરોનાવાયરસ ની મહામારી વાત અનેક ધંધા-રોજગાર હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે કોરોનાવાયરસ ની મહામારી ની અસર સૌથી વધુ ખેડૂતો પર જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લો એ આમ તો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી કુદરતી આપત્તિ અને કોરોનાવાયરસ ની મહામારી ના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવે છે જેના કારણે હાલમાં ખેડૂતો ખેતી છોડી પશુપાલન તરફ વળ્યા છે તો બીજી તરફ સતત શાકભાજીની આવકમાં ઘટાડો થવાથી શાકભાજીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા એક વર્ષથી બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં શાકભાજીના હોલસેલ ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અને બહારના રાજ્યમાં શાકભાજીની આવક બંધ થતા હાલમાં બનાસકાંઠા જિલ્લાની બજારોમાં શાકભાજીના ભાવમાં તરફ ચાલો જોવા મળી રહ્યો છે. જેના કારણે બજારોમાં ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે આમ તો ગ્રાહકો સવારથી જ શાકભાજી ખરીદવા માટે મોટી સંખ્યામાં બજારોમાં જોવા મળતા હતા પરંતુ જ્યારથી બજારમાં વેચાતી શાકભાજીના ભાવો ઊંચા થઇ ગયા છે ત્યારથી ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે ડીસા બજાર ની વાત કરવામાં આવે તો ડીસા બજારમાં આમ તો સવાર અને સાંજ શાકભાજી ખરીદવા માટે બનાસકાંઠા જિલ્લો અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં વેપારીઓ આપતા હતા પરંતુ જ્યારથી શાકભાજીના ભાવમાં સતત ૩૫ ટકા જેટલો વધારો થયો છે ત્યારથી બજારોમાં પણ ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે દિવસેને દિવસે શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેના કારણે નાના મોટા શાકભાજીના વેપારીઓએ પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે.

 

- શાકભાજીના રિટેલ ભાવ

 

ચોળી -50 રૂપિયા ,ભીંડા -40 રૂપિયા,ટામેટા -20 રૂપિયા,ગિલોડી -50 રૂપિયા, ફુલાવર -60 રૂપિયા,રીંગણ-50 રૂપિયા, મરચા -60 રૂપિયા,ગવાર -70 રૂપિયા, વટાણા -90 રૂપિયા,કારેલા -60 રૂપિયા,તૂરીયા -50 રૂપિયા,કોબીચ-40 રૂપિયા,

સિમલા મરચા -60 રૂપિયા,

કાકડી -40 રૂપિયા,પરવર - 40 રૂપિયા,આદુ - 70 રૂપિયા, આ ભાવે હાલ રિટલ ના વેપારી ઓ આ શાકભાજી વેચી રહ્યા છે.

 

-શાકભાજીના હોલસેલ ભાવ

 

 ચોળી- 40 રૂપિયા , ભીંડા-30 રૂપિયા, ટામેટા -15 થી 16 રૂપિયા, ગિલોડી -40 રૂપિયા ,ફુલાવર -50 રૂપિયા ,

રીંગણ-40 રૂપિયા ,મરચા-50 રૂપિયા , ગવાર -60 રૂપિયા , વટાણા-80 રૂપિયા , કારેલા -50 રૂપિયા , તૂરીયા -40 રૂપિયા ,

કોબીચ-30 રૂપિયા ,સિમલા મરચા -50 રૂપિયા,કાકડી -20 થઈ 25 રૂપિયા, પરવર - 30 રૂપિયા,આદુ - 50 થી 60 રૂપિયા  જે હાલ આ હોલસેલ ના વેપારી ઓ વેચી રહ્યા છે.આમ છેલ્લા એક મહિનાથી આ લિલી શાકભાજી માં ધરખમ વધારો થતાં મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગ ના લોકોને આ ભાવે મળતી શાકભાજી ખાઈ શકતા નથી.જેથી ગૃહણીઓનું બજેટ ખોરવાયું છે.

 

Download Our B K News Today App



Related News