શહેરમાં ઝાડા-ઊલટીના કેસમાં વધારો, ફાઇલેરિયા વિભાગના કર્મચારીઓની રજા રદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-21 16:46:44
  • Views : 98
  • Modified Date : 2023-07-21 16:46:44

સુરત શહેરમાં અને ખાસ કરીને શહેરના પાંડેસરા સહિતના કેટલાંક વિસ્તારોમાં ગંદા પાણીની ફરિયાદો, ઝાડા ઊલટીના દર્દીઓની વધતી સંખ્યાના કારણે આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારોમાં વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ફાઇલેરિયા વિભાગના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. સાથે જ પ્રભાવિત વિસ્તારોમાં ડોર ટૂ ડોર સર્વેલન્સ, રેફરલ તથા પ્રચાર-પ્રસારની કામગીરી સઘન બનાવવામાં આવી છેપાલિકા આરોગ્ય અધિકારી ડોકટર રિતિકા પટેલે જણાવ્યું હતું કે આ વયજૂથના કિસ્સામાં જો આખો દિવસ વધુ વખત ઝાડા ઉલ્ટી થાય તો બ્લડ પ્રેશર 60 અતિ ઝડપથી નીચે જતું રહે છે અને શરીરમાંથી વધુ પ્રમાણમાં પ્રવાહી નીકળી જતા હાયપોવોલેમિક શોકને પગલે ઈમરજન્સી સ્થિતિ આવી જાય છે ઘણીવાર નાનું બાળક કે વ્યક્તિ જીવ પણ ખોઈ બેસે છે. આ માટે અમે અપીલ કરીએ છીએ કે 10 વર્ષથી નાના બાળકો કે 60 વર્ષથી વધુ વયના વડીલોને જો અડધા દિવસથી વધુ સમય વધુ પ્રમાણમાં ઝાડા ઉલ્ટી રહે તો તાકીદે તબીબી સલાહ- સારવાર લેવા હિતાવહ છે.ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા જ્યાંથી ફરિયાદો મળે છે ત્યાં ત્વરિત કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના અઠવા ઝોનના અવધ એરકોલ બાંધકામની લેબર કોલોનીમાં છેલ્લા 3 દિવસમાં ઝાડા-ઉલ્ટીનાં કેસો નોંધાતા ઝોનનાં આરોગ્ય વિભાગની 8 જેટલી ટીમના 28 સભ્યો દ્વારા 19,20 જુલાઈનાં રોજ નાયબ આરોગ્ય અધિકારી સહિતના અધિકારીની સીધી દેખરેખ હેઠળ કુલ 390 ઘરોમાં 1759 જેટલી વસ્તીમાં સર્વે કરવામાં આવ્યો છે. જેમાં સામાન્ય ઝાડા-ઉલ્ટી તથા તાવનાં 53 કેસ મળી આવ્યા હતા.મેલેરીયા માટે 41 જેટલા રેપીડ ટેસ્ટ કરાતા, એમાંથી 1 જ મેલેરીયા પોઝીટીવ કેસ મળી આવ્યો છે. તેમજ લેબર કોલોનોમાંથી 410 કામદારોના બ્લડ સેમ્પલ લઇ લેબોરેટરી ખાતે મલેરીયાની તપાસ માટે મોકલી અપાયા છે. આમ કુલ 54 કેસ મળી આવતા તમામને પ્રાથમિક સારવાર તેમજ ઓ.આર.એસ. આપી તાકીદની કાર્યવાહી કરવામાં આવી હતી.આરોગ્ય વિભાગની મોબાઈલ મેડીકલ ટીમ અને ઝોનના આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહી હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવી રહ્યો છે. પાણીને સ્વચ્છ રાખવા માટે 3300 જેટલી કલોરીન ટેબલેટ પણ અપાઈ રહી છે, ઝાડા-ઉલ્ટી માટે ઉપયોગી ઓ.આર.એસ. પાવડર તેમજ 1500 થી વધુ માહિતીપૂર્ણ પેમ્ફલેટનું વિતરણ કરી આરોગ્યલક્ષી લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. મનપા દ્વારા 190 જેટલા કલોરીન ટેસ્ટ પણ કરાયા છે, અને વિવિધ સ્થળેથી પાણીના નમૂનાઓ લઇ લેબોરેટરી પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. હાલ અઠવા ઝોન સહિતના વડોદ, પાંડેસરાના અસરગ્રસ્ત વિસ્તારમાં ટેન્કર દ્વારા પીવાના પાણીનો સપ્લાય આપવામાં આવી રહ્યો છે. વધુમાં અવધ એલની લેબર કોલોનીનાં 190 જેટલા ઘરોમાં ફોગીંગની કામગીરી પણ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News