નવરાત્રી દરમિયાન 108 ઈમરજન્સી કેસમાં વધારો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-22 12:57:54
  • Views : 83
  • Modified Date : 2023-10-22 12:57:54

રાજ્યભરમાં નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. અમદાવાદ શહેર અને રાજ્યમાં લોકો નવલી નોરતાની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે નોરતાની રાતે ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. અને તેમાં પણ કોરોના બાદ કોરોના બાદ નવરાત્રીની આટલી મોટી અને અદભુત ઉજવણી થતા ખેલૈયાઓને મોકો મળતા નવરાત્રીના ઉત્સવમાં મન મુકીને ગરબા રમી રહ્યા છે.જેણે આ વર્ષે એક અલગ માહોલ ઉભો કર્યો છે.સ્વભાવિક છે કે લોકો કોરોનાની બાદ મન મૂકીને ગરબા રમે છે. ત્યારે કેટલાક ઇમરજન્સી કેસ જોવા મળ્યા છે.જ્યાં આ વર્ષે નવરાત્રી દરમિયાન ગત વર્ષ કરતા વધુ ઇમરજન્સી કેસ જોવા મળ્યા છે.108 ઇમરજન્સી સેવા દ્વારા જે દર વર્ષે એનાલિસિસ કરાય છે.તે પ્રમાણે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં 10 ટકા જ્યારે અમદાવાદ માં 18 ટકા વધુ કેસ નોંધાયા છે. જેમાં શ્વાસ રોગ, હૃદય રોગ અને અકસ્માતના કેસ વધુ છે. અને તેમાં પણ રાજ્યમાં હૃદયને લગતા કેસમાં ગત વર્ષની સરખામણીએ 46 ટકા કેસમાં વધારો નોધાયો છે.એક અંદાજ પ્રમાણે આ વર્ષે હૃદય રોગના કેસ વધુ જોવા મળ્યા છે. જ્યાં ગુજરાતમાં 7 દિવસમાં રાજ્ય ના 33 જિલ્લામાં 590 જેટલા હૃદય ને લગતા કેસ જોવા મળ્યા છે કે જ્યાં ગરબા આયોજન સ્થળ પાસે 108 એમ્બ્યુલન્સને કૉલ મળ્યા હોય તેવા કેસ જોવા મળ્યા છે.જેમાં સૌથી વધુ અમદાવાદ 139 કેસ, સુરત 54, રાજકોટ 44, વડોદરા 29, જામનગર 31 , ભાવનગર 20, અમરેલી 25, ગાંધીનગર 13, કચ્છ 23, મહેસાણા 11, ખેડા 12, પોરબંદર 8, દેવભૂમિ દ્વારકા 10, બનાસકાંઠા 11, આણંદ 13, સાબરકાંઠા 8, બોટાદ 1, દાહોદ 2 કેસ જોવા મળ્યા છે. તેમાં પણ સૌથી વધુ 18 અને 19 ઓક્ટોબરે 100 ઉપર કેસ નોંધાયા હતા.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજકોટ અને અન્ય શહેરમાં હૃદય રોગ થી મોતના કેસ જોવા મળ્યા હતા. જેમાં અમદાવાદ શહેર બાકી હતું.જો કે ગુરુવારે રાત્રે 19 તારીખે હાથીજણ પાસે ગરબા દરમિયાન એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યાનો 108 ને કોલ મળ્યો હતો. જ્યાં 108 ઈમરજન્સીની એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચે તે પહેલા વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. મળતી માહિતી પ્રમાણે વટવામાં રહેતો રવિ પંચાલ મિત્રો સાથે વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગરબા ગાવા ગયો અને ત્યાં તેને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતુ.

Download Our B K News Today App



Related News