સરકારે ભષ્ટ્રાચાર અને અન્ય મામલામાં આરોપી ઈન્કમ ટેક્સ વિભાગના 12 અધિકારીઓને હટાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-12 14:01:29
  • Views : 449
  • Modified Date : 2019-06-12 14:01:29

કેન્દ્ર સરકારે ભષ્ટ્રાચાર અને ખોટા વ્યવહારના આરોપના કારણે ઈન્કમ ટેકસના 12 ઓફિસર્સને હટાવવામાં આવ્યો છે. તેમાં એક જોઈન્ટ કમિશનર રેન્કના અધિકારી પણ સામેલ છે. મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ(પેન્શન) રૂલ્સ, 1972ના ફન્ડામેન્ટલ રૂલ 56 અંતર્ગત આ અધિકારીઓને જબરજસ્તથી સેવામાંથી દૂર કરવામાં આવ્યા છે.1.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જોઈન્ટ કમિશ્નરની વિરુદ્ધ ભષ્ટ્રાચારની ગંભીર ફરિયાદ અને તાંત્રિક ચંદ્રસ્વામીની મદદ કરવાના આરોપી  ઉદ્યોગપતિ પર વસૂલીનો આરોપ છે. હટાવવામાં આવેલા અધિકારીઓમાં નોઈડામાં કમિશ્નર પદ પરના આઈઆરએસ અધિકારી પણ છે. અધિકારી પર બે મહિલા આઈઆરએસ અધિકારીનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ છે.2.આ લિસ્ટમાં એક અન્ય આઈઆરએસ અધિકારી પણ સામેલ છે, જે રિટાયર થઈ ચૂક્યા છે અને તેમના પરિવાર પર 3.17 કરોડની સંપતિ છે. આરોપ છે કે અધિકારીએ આ સંપતિ તેમના પદનો ખોટો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરી છે . 3.ઈન્કમ ટેક્સના એક અધિકારી, જેમની વિરુદ્ધ સીબીઆઈની એન્ટી કરપ્શન બ્રાન્ચે બેહિસાબી સંપતિના મામલામાં કેસ નોંધ્યો હતો. તેમને પણ પદ પરથી હટાવવામાં આવ્યા હતા. અધિકારીને ઓક્ટોબર 2009ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News