પર્સનલ લોન પર પણ ઇન્કમ ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે, ₹2 લાખ સુધીની રકમ પર ટેક્સ છૂટનો ક્લેમ કરી શકાય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 12:32:28
  • Views : 238
  • Modified Date : 2020-12-14 12:32:28

    જો તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા હો અને તેની પર મળતા ટેક્સ બેનિફિટ વિશે નથી જાણતા તો તમારે જાણવું જોઈએ કે પર્સનલ લોનના ઉપયોગને આધારે તમે તેની પર પણ ટેક્સ બેનિફિટ મેળવી શકો છો. જો તમે કોઈ ખાસ હેતુ માટે પર્સનલ લોનનો ઉપયોગ કરો તો તમને ટેક્સનો બેનિફિટ મળી શકે છે. જો તમે પર્સનલ લોનનો ઉપયોગ ઘરના રિનોવેશન અથવા ખરીદી અને બિઝનેસના વિસ્તરણ માટે કરો તો તમે આ લોન પર ચૂકવેલ વ્યાજ પર ઇન્કમ ટેક્સ ડિડક્શનનો લાભ લઈ શકો છો.ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 24b હેઠળ, જો તમે મકાન ખરીદવા અથવા બનાવવા માટે પર્સનલ લોન લો તો તમે લોન પર ચૂકવેલા વ્યાજની રકમ પર 2 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટનો દાવો કરી શકો છો. સેક્શન 24bથી હોમ લોન અથવા પર્સનલ લોનમાં કોઈ ફરક પડતો નથી અને વ્યાજ પર વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળી શકે છે.

    જો તમે કોઈ બિઝનેસ અથવા પ્રોપર્ટી સિવાય કોઈ મિલકત ખરીદવા માટે પર્સનલ લોન લીધી હોય તો પછી તેના પર ચૂકવવામાં આવતા વ્યાજથી તમારા ટેક્સનો ભાર ઘટાડવા માટેના ખર્ચ તરીકે ક્લેમ કરી શકાય છે. તેનાથી તમારું કેપિટલ ગેન ઘટશે અને તમારી ટેક્સ લાયાબિલિટી ઓછી થશે.પર્સનલ લોન પર ટેક્સ છૂટનો લાભ લેવા માટે તમારે અનેક ડોક્યૂમેન્ટ્સ આપવા પડશે. તેમાં ખર્ચનું વાઉચર, બેંકનું સર્ટિફિકેટ, સેક્શન લેટર અને ઓડિટરનો લેટ વગેરે ડોક્યૂમેન્ટ્સ સામેલ છે.પર્સનલ લોન પર ટેક્સ નથી લાગતો કારણ કે, લોનની રકમ આવક માનવામાં આવતી નથી. પરંતુ એ વાત ધ્યાનમાં રાખો કે તમે કોઈ બેંક અથવા NBFC જેવા લીગલ સોર્સ તરફથી લોન લીધી હોવી જરૂરી છે.




Download Our B K News Today App



Related News