ટેક્સ ચોરી કરતા કરદાતાઓને પકડવા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે હવે સોશિયલ મીડિયા પર નજર રાખશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-01 12:11:55
  • Views : 367
  • Modified Date : 2020-10-01 12:11:55

    ટેક્સ ચોરી કરતા કરદાતાઓને પકડવા માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે નવું સોફટવેર પ્રોજેકટ ઇનસાઇટ શરૂ કર્યું છે. જે કરદાતાની સોશિયલ મીડિયા પર નજર રાખીને પોસ્ટ, ફોટોગ્રાફ અને વીડિયોની અધિકારીઓ પૂછપરછ કરશે.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે નવું સોફટવેર પ્રોજેકટ ઇનસાઇટ શરૂ કર્યું છે, જે કરદાતાને ટ્રેક કરવામાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને મદદ કરશે. આ સોફટવેર કરદાતાએ આપેલી વિગતો અને બેંકમાંથી આવેલી વિગતો ઉપરાંત વર્ચ્યુઅલ ઇન્ફર્મેશન જેવી કે સોશિયલ મીડિયા પર કરદાતા દ્વારા કરવામાં આવેલી ફોટોગ્રાફી અને વિગતો પરથી જરૂરી પ્રશ્નો પૂછશે.

આ ઉપરાંત જરૂરી ટેક્સના કમ્પલાઇન્સ માટે ડેટા માગશે. એટલે કે જો કોઇ કરદાતાએ નવી કારનો ફોટોગ્રાફ જો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હશે તો તેને પકડશે. જો ફોટોગ્રાફ અપલોડ કરેલો હશે તો તેની આવક સાથે સરખામણી કરવામાં આવશે. ઘણી વાર કરદાતાના કેસમાં ઇન્કમટેકસની આવક અને ખર્ચ વચ્ચે મોટો તફાવત દેખાય છે. જે આ સોફ્ટવેરથી ઝડપી પાડવામાં આવશે.

આ સોફટવેર દ્વારા કરદાતાનું રિઝ્યુમ વેરીફાઇ કરવામાં આવશે. તેનાથી કરદાતા જેઓ રિટર્ન નથી ફાઇલ કરતા તેમને શોધવામાં અને ઓળખવામાં મદદરૂપ થશે. વધારામાં કરદાતાની જિયોગ્રાફી ઇન્ફર્મેશન પણ એટલે કે બિહારની વ્યક્તિ અન્ય રાજ્યમાં વસવાટ કરતી હશે તો તે સ્થળની જાણકારી મેળવી શકશે. આમ હવેથી કરદાતાને 360 ડિગ્રી મોનિટર કરવામાં આવશે. આમ આ પ્રોગ્રામ લાગુ થતા જ ભારત બેલ્જિયમ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશની સરખામણીમાં આવી જશે. આમ આ કરદાતાને વચ્ર્યુઅલ 360 ડિગ્રી મોનિટર કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News