પોલીસ પર ફાયરિંગની ઘટના, પોલીસની ગાડી સળગાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-18 15:40:24
  • Views : 93
  • Modified Date : 2023-06-18 15:40:24

 આમ તો ગુજરાતમાં દારુબંધી છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવતા હોય છે. તેમજ રાજ્યમાં અવારનવાર ક્રાઈમની ઘટના બનતી હોય છે. આવી જ એક ઘટના દાહોદમાં પણ બની છે. દાહોદમાં પોલીસ કર્મચારીઓ પર ફાયરિંગની ઘટના સામે આવી છે.સાગટાળાના કાળીયાકુવા રોડ પર સર્જાઇ ઘટના બની હતી. ફાયરિંગ કરીને પોલીસની ગાડી સળગાવાઇ હતી. દારૂ ભરેલી ગાડી રોકવા જતા અસામાજિક તત્વોએ પોલીસ પર ફાયરીંગ કર્યું હતુ. મધ્યપ્રદેશના અલીરાજપુર, કઠીવાડા અને નાની વડોઈના બુટલેગરે પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો છે. પોલીસે પણ સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે.

Download Our B K News Today App



Related News