કતારગામમાં શેલ્ટર હોમનું મેયરના હસ્તે લોકાર્પણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-03 15:33:04
  • Views : 122
  • Modified Date : 2023-06-03 15:33:04

નિરાશ્રિતોને આશ્રય મળે તે માટે સુરતમાં વધુ એક શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવ્યુ છે. સુરતના કતારગામ વિસ્તારમાં 1 કરોડના ખર્ચે શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શેલ્ટર હોમમાં 156 જેટલા બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગઇકાલે સુરતના મેયર હેમાલીબેન બોઘવાલાના હસ્તે આ શેલ્ટરહોમનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.દિનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ સુરત મહાનગર પાલિકા દ્વારા ઘર વિહોણા લોકો માટે આશ્રય સ્થાન એટલે કે શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરતના કતારગામ વોટરવકૅસની સામે 1 કરોડના ખર્ચે શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ગઇકાલે મેયર હેમાલીબેન બોઘવાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ શેલ્ટર હોમમાં 156 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત રસોઈ, પાણી સાથે સાથે અન્ય જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી અહીં વસવાટ કરવા આવનારને કોઈ અગવડતા ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.મેયર હેમાલીબેન બોઘવાલાએ જણાવ્યું હતું કે 1 કરોડના ખર્ચે કતારગામ વિસ્તારમાં શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શેલ્ટર હોમમાં 156 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રસોઈ તેમજ પાણી જેવી તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.વધુમાં હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યુ હતુ કે નિરાશ્રિતો માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો ખૂબ સારી રીતે ઉપયોગ કરવામાં આવશે તેવી મને આશા છે. કોઈપણ વ્યક્તિ રોડ રસ્તા ઉપર સૂતેલું જોવા ન મળે એ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News