ડીસા તાલુકાના લીલાપુર ગામે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-18 12:20:41
  • Views : 268
  • Modified Date : 2022-01-18 12:20:41

 

ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારનો વિકાસ થઈ શકે અને લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જે અંતર્ગત ખાસ કરીને તાજેતરમાં જ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાય છે જેમાં અગાઉના શાસનકાળ દરમિયાન બાકી રહેલા ગ્રામ વિકાસના કામો ફરી એકવાર શરૂ કરવામાં આવ્યા છે જે અંતર્ગત સરકાર દ્વારા મોટાભાગે ગ્રામીણ વિસ્તારના લોકોને ગામમાં સારી સુવિધાઓ મળી રહે તે માટે દર વર્ષે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે જે અંતર્ગત ડીસા તાલુકાના લીલાપુર ગામે આજે ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કિરીટસિંહ વાઘેલાના હસ્તે ગામ માં બનાવેલ પંચાયતના મકાનનું રીબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું ડીસા તાલુકાના લીલાપુર ગામને તૈયાર થયેલ મકાન 14 લાખના ખર્ચે બનાવવામાં આવી છે આજે મંત્રી કિર્તીસિંહ વાઘેલા દ્વારા લોકાર્પણ કર્યા બાદ આજથી લીલાપુર ગામ માં અનેક સરકારી સુવિધાઓ આપવાની શરૂઆત કરવામાં આવશે આ પ્રસંગે લીલાપુર ગામના સરપંચ ભારતીબેન ઠાકોર, ડેપ્યુટી સરપંચ શુબાબેન, કાંકરેજ તાલુકાના ભાજપના મહામંત્રી વિષ્ણુબા, રશિકજી ઠાકોર, મદારજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં લીલાપુર ગામના લોકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News