સુરત શહેરમાં સુડાના આઉટર રિંગ રોડના પ્રથમ તબક્કાના રૂટનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-13 14:41:23
  • Views : 98
  • Modified Date : 2023-07-13 14:41:23

વર્ષોથી કાગળ પ૨ ૨હેલા સુરતના સુડાના આઉટર રિંગ રોડ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના 17.324 કિમી લંબાઇના 45 મીટર પહોળાઇમાં સિક્સ લેનના આઉટર રિંગ રોડ પ્રોજેક્ટના કુલ 6 પેકેજોમાંથી 4 પેકેજોના કુલ 12.944 કિમી આઉટર રિંગ રોડનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુડા અને સુરત મહાનગર પાલિકાના અંદાજે રૂ.80 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ તક્તિઓનું અનાવરણ પણ કરશે.આઉટર રિંગ રોડનું લોકાર્પણ થતાં શહેરીજનોને સૌથી મોટી રાહત થશે. રિંગ રોડ પ્રોજેક્ટને કુલ 6 પેકેજોમાં વહેંચવામાં આવ્યો છે, જે પૈકી રસ્તાના 4 પેકેજો મળીને કુલ 12.944 કિમી આઉટર રિંગ રોડનું નિર્મિત નદી બ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવશે.આ ઉપરાંત, સુરત મનપાના વિવિધ ઝોન વિસ્તારના કુલ રૂ.46.10 કરોડના ખર્ચે તૈયા૨ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા સુડા વિસ્તારના રૂ.33.08 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને પ્રકલ્પોની તક્તિઓનું અનાવરણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.દિવાળી સુધી પ્રથમ તબક્કાના આઉટર રિંગ રોડના બાકી રસ્તાના બે પેકેજોની કામગીરી પણ પૂર્ણ થવાની શક્યતા છે. વર્ષોથી બની રહેલ સુડાના આઉટર રિંગ રોડ પ્રોજેક્ટ 90 મીટર પહોળાઇમાં સૂચિત કરાયો છે. જે પૈકી URDCL દ્વારા પ્રથમ તબક્કામાં 17.324 કિમી લંબાઇમાં રોડ અને બ્રિજની કામગીરી હાથ ધરી છે. બીજા તબક્કાના અંદાજે 10 કિમી વિસ્તારમાં આઉટર રિંગ રોડના ડેવલપમેન્ટ માટેના પ્રોજેક્ટો પણ નજીકના ભવિષ્યમાં શરૂ થશે.

Download Our B K News Today App



Related News