ડીસા તાલુકાના દસાનાવાસ ગામે ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે ઉદ્ઘાટન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-27 12:50:49
  • Views : 239
  • Modified Date : 2022-02-27 12:50:49

ડીસા તાલુકાના દસાનાવાસ ગામે ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે ઉદ્ઘાટન કરાયું

 

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં વિકાસ થાય તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટાભાગે ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો વસવાટ કરતા હોય છે જેના કારણે સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં તમામ સવલતો મળી રહે તે માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના દશાનાવાસ  ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે રિબીન કાપી નવી આંગણવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી વાસણા ગામમાં આંગણવાડી માટે સ્થાનિક લોકો અને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે આજે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી નવીન  ની આંગણવાડીનું ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા આ ઉદઘાટન કાર્યક્રમમાં દશાનાવાસ ગામના લોકો તેમજ આંગણવાડી બહેનો મોટી અને સરપંચ દાડમ બેન સોલંકી અને ડેપ્યુટી સરપંચ મેનાબેન સોલંકી અને તલાટી કમ મંત્રી ગિરીશભાઈ પટેલ અને પેનસિગ સોલંકી અને  સોલંકી રૂપસિંગ ઉપપ્રમુખ અને ચેતનાબેન ગઢવી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

ચેતન શ્રીમાળી

Download Our B K News Today App



Related News