ડીસા તાલુકાના ઝેરડા ગામે ખેડૂતના પાડાના બચ્ચાની કિંમત પાંચ લાખ રૂપિયા બોલાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-25 10:45:54
  • Views : 454
  • Modified Date : 2022-06-25 10:45:54

 

 

ડીસા તાલુકાના ઝેરડા ગામે પાડાના બચ્ચાના પીઠ પર ત્રિશુલ જેવો આકાર જોવા મળતા હાલમાં ના પાડા ના બચ્ચા ની કિંમત પાંચ લાખ રૂપિયા જેટલી બોલાઈ રહી છે. લોકોમાં પણ ઘટના જોઇ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

 

આજ ના યુગમાં એવી અનેક અકલ્પનીય ઘટનાઓ સામે આવતી હોય છે કે જેના કારણે લોકો આશ્ચર્યચકિત પામી જતા હોય છે ખાસ કરીને આજે દરેક ધર્મના લોકો ભગવાનની આસ્થામાં સૌથી વધુ માનતા હોય છે. જેના કારણે કેટલીકવાર બનતી અકલ્પનીય ઘટનાઓને લઇ લોકોમાં એક આસ્થા ઉભી થતી હોય છે ત્યારે આજે ડીસા તાલુકાના ઝેરડા ગામે ખેડૂતના ખેતરમાં ભેંસે પાડાને જન્મ આપ્યો હતો. જન્મ આપવાની સાથે પાડા ના શરીર પર ત્રિશૂળ જેવો આકાર જોવા મળ્યો હતો. જેના કારણે ઘટનાની જાણ આજુબાજુના ખેડૂતોને થતા લોકો પાડા ને જોવા માટે દોડી આવ્યા હતા અને પાડા ના વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જે બાદ પાડા ને લઇ લોકોમાં અને આસ્થા ઊભી થઈ હતી અને જોતજોતામાં પાડા ની કિંમત પાંચ લાખ રૂપિયા જેટલી બોલાઈ આવી હતી પરંતુ ખેતર માલિક હાલ જણાવી રહ્યા છે કે મને પાડા પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે અને હું કોઈપણ સંજોગોમાં પાડાને વેચવાનો નથી અને હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી પાડા ની સેવા કરીશ

Download Our B K News Today App



Related News