ડીસા તાલુકાના ઝાબડીયા ગામે દૂધ ભરવા બાબતે શિક્ષણ હથિયારો વડે હુમલો વીડિયો થયો વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-21 11:38:55
  • Views : 677
  • Modified Date : 2021-08-21 11:38:55

     ડીસા તાલુકાના ઝાબડીયા ગામે દૂધ ડેરીના મંત્રી બાબુભાઇ દેસાઇ પર ગામના હિતેશ ભાઈ દેસાઈ સહિત પાંચ લોકોએ દૂધ ભરાવવા બાબતે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો હુમલામાં બાબુભાઇ દેસાઇ તેમજ અન્ય પાંચ લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બાબતે બાબુભાઇ દેસાઇ એ ઝાબડીયા ગામ માં રહેતા હિતેશ ભાઈ દેસાઈ સહિત ચાર લોકો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ સમગ્ર હુમલા દરમિયાન ગામના સ્થાનિક લોકોએ વિડીયો બનાવ્યો હતો અને આજે આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી મારા મારી જેવી ગુનાહિત ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે ત્યારે મારામારી જીવી ગુનાહિત ઘટનાને અંજામ આપનાર લોકો સામે પોલીસ દ્વારા કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ વારંવાર બનતી આવી ઘટનાઓ અટકી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News