વિસનગરમાં વિધવાને પેન્શન ન મળતા પથારીવસ વૃદ્ધાને ખાટલા સાથે પ્રાંત કચેરી લઇ જવા પડ્યા, તાત્કાલિક અસરથી પેન્શન શરૂ કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 16:53:04
  • Views : 272
  • Modified Date : 2021-03-24 16:53:04

    વિસનગરના વાલમ ગામના રહેતા વૃદ્ધાને છેલ્લા બે વર્ષથી વિધવાને પેન્શન નથી મળ્યું. આ મામલે અગાઉ કચેરીમાં પણ વૃદ્ધાએ રજૂઆતો કરી છે, પરંતુ સરકારી બાબુઓના પેટનું પાણી પણ હલ્યું નથી. વિધવા વૃદ્ધા ખાટલા વસ થતા વિધવાને પેન્સન મળે એ માટે ગામ લોકો ખાટલાવસ વૃદ્ધાને લઈને કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.મહેસાણા જિલ્લાના વિસનગર તાલુમાંમાં આવેલા વાલમ ગામમાં રહેતા 57 વર્ષીય વૃદ્ધા શાંતાબેન મંગાજી ઠાકોર જેઓ નિશાંતાન છે. તેમજ મજૂરી કરી પોતાનું જીવન ગુજારી રહ્યા હતા. 2005માં વૃદ્ધાના પતિનું અવસાન થયું હતું. ત્યાર બાદ આ વૃદ્ધાના પરિવારમાં આગળ પાછળ કોઈના હોવાથી તે છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

    સરકાર દ્વારા વિધવા મહિલાઓને મોંઘવારીમાં મદદરૂપ થવા માટે વિધવા સહાય યોજવા શરૂ કરી છે જેમાં આ વૃદ્ધાએ વિધવા સહાય પેન્સન મેળવવા માટે 22 માર્ચ 2019માં અરજી કરી હતી અને 9 એપ્રિલ 2019ના રોજ આ અરજી મંજુર થઈ હતી, પરંતુ વિસનગર મામલતદાર કચેરીના અણઘડ વહીવટ તેમજ આળસુ અધિકારીઓને કારણે બે વર્ષ થઈ ગયા હોવા છતાં આ વૃદ્ધાને આજદિન સુધી વિધવા સહાયનો લાભ મળ્યો નથી.વૃદ્ધાએ ગામ લોકોના સહયોગથી વિસનગર મામલતદાર કચેરીમાં આ મામલે અનેક વાર રજૂઆતો કરી હતી, પરંતું સરકારી બાબુઓએ આ વાતને ધ્યાને લીધી નહોતી. ગામ લોકોએ ચાર ચાર વાર વિધવા સહાયના મંજૂરી પત્રો અને પોસ્ટ ખાતાની ચોપડીની ઝેરોક્ષ તેમજ વૃદ્ધાના તમામ ડોક્યુમેન્ટ આપ્યા હોવા છતાં સરકારી બાબુઓ કોઈના કોઈ બહાના બતાવી પોતાનો બચાવ કરી આ મામલામાંથી છટકી રહ્યા હતા.

    જ્યારે તાજેતરમાં વૃદ્ધ શાંતાબેન મજૂરી કરતા હતા ત્યારે પડી જવાના કારણે કમર ક્રેક પડવાના કારણે હવે ચાલી શકતા નથી અને પથારીવસ થઈ ગયા છે. જેથી તેમને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. જેથી તે ખાવા માટે પણ કોઈના કોઈ વ્યક્તિનો સહારો લેવા મજબુર બન્યા છે. જ્યારે આજે વાલમ ગામના સામાજિક કાર્યકર્તાઓ ખાટલાવસ વૃદ્ધાને ખાટલામાં જ ઉપાડી વિસનગર પ્રાંત કચેરી રજુઆત કરવા લાવામાં આવ્યા હતા અને અધિકારીનું આ મામલે ફરી વાર ધ્યાન દોર્યું હતું.

    રજુઆત કરવા પહોંચેલા સામજિક અગ્રણી અનિલ પટેલે અધિકારી સામે રજુઆત કરતા અધિકારીએ રજુઆતને પગલે તે સહાય માટેની અરજી પ્રક્રિયા તાત્કાલિક અસરથી તપાસ કરાવતા લાભાર્થી મહિલાનું પેન્શન શરૂ થઈ ગયું છે. છેલ્લા 1 વર્ષથી જે બેન્ક ડિટેલ અને અન્ય દસ્તાવેજ અરજદારે જમા ન કરાવતા અટક્યું હતું તે હવે 10 દિવસમાં આવતા માસથી ભેગું મળી જશે અને ત્યારબાદ પેન્શન નિયમ અનુસાર તબક્કાવાર મળતું રહેશે.



Download Our B K News Today App



Related News