ઇકબાલગઢ PHCમાં પુરતા પ્રમાણમાં દવા અને કોરોના તપાસ કીટ ફાળવવામાં ન આવતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-14 11:06:28
  • Views : 224
  • Modified Date : 2021-05-14 11:06:28

      હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઇકબાલગઢ PHCને કુલ 18 ગામો સાથે સાંકળી લેવામાં આવેલ છે જે અંગે ઇકબાલગઢ PHC સ્ટાફ પણ ખડેપગે સેવા આપી રહ્યા છે. પરંતુ મળતી માહિતી  મુજબ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઇકબાલગઢ PHCમાં પુરતા પ્રમાણમાં દવા અને કોરોના તપાસ કીટ ફાળવવામાં આવતી નથી જેના લીધે ઘણી વખત PHC સ્ટાફ અને કોરોના ટેસ્ટ કરાવવા આવેલ વ્યક્તિઓ વચ્ચે તુ તુ મેમેના પ્રશ્નો ઉભા થાય છે.ત્યારે ઈકબાલગઢ PHCમાં દવા અને કોરોના કીટનો જથ્થો પુરતા પ્રમાણમાં ફાળવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. 

Download Our B K News Today App



Related News