વાવ પંથક મા ત્રણ દિવસ થી પડી રહેલા વરસાદ થી પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-21 11:25:39
  • Views : 250
  • Modified Date : 2022-08-21 11:25:39


સમગ્ર વિસ્તારો મા વરસાદી વાતાવરણ છવાયું છે હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે વરસાદ પડી રહ્યો છે જ્યારે વાવ તાલુકા મા અતિભારે વરસાદ ને લઈ ને લોકો ને પારાવાર નુકસાની ભોગવવા નો વારો આવ્યો છે 2015 અને 2017 માં વાવ તાલુકો પૂરગ્રસ્ત બન્યો હતો જેમાં કેટલુંક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જ્યારે ફરી 2022 ના ચોમાસે પણ મસમોટું નુકસાન થઈ રહ્યું છે વાવ પંથક ના ખેડૂતો પર કુદરત રૂઠ્યો હોય એવું લાગી રહ્યું છે છેલા સાત વર્ષ થી ખેડૂત ને કુદરતી પારાવાર નુકસાન થઈ રહ્યું છે 2015 અને 17 માં પૂર ગ્રસ્ત બન્યો 2018 માં દુકાળ ગ્રસ્ત બન્યો  લીલો દુકાળ તીડ ગ્રસ્ત જેવી અનેક મુશ્કેલીઓ નો સરહદી પંથક નો ખેડૂત સામનો કરતો આવ્યો જ્યારે ફરી 2022 માં પણ ચોમાસુ નિષ્ફળ જાય એવું લાગી રહ્યું છે જ્યાર ખાસ કરીને વાત કરવાના આવે તો વાવ ના રાછેણા લોદ્રાણી ટડાવ નાળોદર ગોલગામ આછુવા જેવા અનેક ગામડાઓ માં ખેડૂતો ને ચોમાસુ પાક મા પાણી ભરાઈ જતાં નુકસાની વેઠવા નો વારો આવ્યો છે ચોમાસુ કરેલા જુવાર બાજરી મગ ગવાર જેવા પાકો પાણી માં ગરકાવ થઈ ગયા છે નીચાણ વાળા વિસ્તારો મા ખેડૂતો ના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે


Download Our B K News Today App



Related News