ડીસા તાલુકાના વરણ ગામે વરસાદના વિરામના ચાર દિવસ બાદ પણ સરકારી તંત્ર મુલાકાત ન લેતા ખેડૂતોમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-21 11:53:00
  • Views : 314
  • Modified Date : 2022-08-21 11:53:00


ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે અનેક ગામમાં તબાહી સર્જાય છે ત્યારે ડીસા તાલુકાના વરણ ગામે પણ ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું હતું પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા વરણ ગામની મુલાકાત લેતા ખેડૂતોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે.


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે 48 કલાક સુધી ભારે વરસાદ પડ્યો હતો ભારે વરસાદના પગલે અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી સતત વરસી રહેલા વરસાદના કારણે ખેતરો પાણીના બેટમાં ફેરવાયા હતા જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેચવાનો વારો આવ્યો છે ત્યારે ડીસા તાલુકાના વરણ સહિતના આજુબાજુના અનેક ગામોમાં ભારે વરસાદના પગલે તબાહી સર્જાઇ હતી. સતત પાણીનો પ્રવાહ વધતા વરણ સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેચવાનો વારો આવ્યો છે ચાલુ વર્ષે ખેડૂતોએ મોંઘા ડાટ બિયારણો લાવી મગફળી બાજરી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ છેલ્લા બે દિવસ પડેલા ભારે વરસાદના પગલે તમામ પાકો વરસાદી પાણીના વહેણમાં વહી ગયા હતા જેના કારણે ફરી એકવાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે ડીસાના વરણ ગામ ખાતે આજે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને ખેડૂતો જણાવી રહ્યા છે કે વરણ સહિત આજુબાજુના અનેક ગામોમાં ભારે વરસાદના પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું છે આજે વરસાદના વિરામના બે દિવસ થઈ ગયા હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ નેતા કે સરકારી તંત્ર વિસ્તારની મુલાકાતે પહોંચ્યું નથી ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા વિસ્તારના ખેડૂતોની મુલાકાત લઇ ખેડૂતોને થયેલ નુકસાન ની સહાય તાત્કાલિક આપવામાં આવે અને જો સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં નહીં આવે તો આગામી યોજનાર વિધાનસભાની ચૂંટણીમાં ગામમાંથી એક પણ ખેડૂત વોટ કરી ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી જિંદગી ઉચ્ચારી હતી


Download Our B K News Today App



Related News