અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 19,131 પર પહોંચી, કુલ 17,646 દર્દી રિકવર થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-11 11:37:07
  • Views : 278
  • Modified Date : 2020-12-11 11:37:07

વડોદરામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 19 હજાર 131 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 17 હજાર 646 દર્દી રિકવર થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે ગુરૂવારે વડોદરાની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 128 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

વડોદરામાં કોરોના છેલ્લા બે મહિનાથી 100 જેટલા કેસો આવી રહ્યા છે. તંત્ર દ્વારા કડક પગલાં લેવાયાં છે છતાં સંક્રમણ ઘટવાના કોઇ આસાર જણાતા નથી. ગુરુવારે વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના નવા 110 કેસો નોંધાયા હતા. જેના પગલે કુલ પોઝિટિવની સંખ્યા વધીને 19,131 નોંધાઇ છે. બીજી તરફ 128 દર્દીને ડિસ્ચાર્જ અપાયો હતો. તંત્ર દ્વારા ટેસ્ટિંગ સતત વધારવામાં આવી રહ્યા છે. ગુરુવારે 4,144 નમૂનાઓ લેબમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 110 નમૂના કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. શહેર-જિલ્લાની હોસ્પિટલોમાં હાલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી 58ને વેન્ટિલેટર અને બાયપેપ પર રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત 160 દર્દીઓને ઓક્સિજન આપવાની જરૂર પડી રહી છે.

હાલમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા લોકોની કુલ સંખ્યા 17,646 પર પહોંચી ગઇ છે. ગુરુવારે શહેરમાં 69 અને ગામડાઓમાં 41 કેસો નોંધાયા છે. જ્યારે હાઉસ ટુ હાઉસ સર્વેમાં તાવના 62, ખાંસી-શરદીના 132 સહિત 275 વ્યક્તિઓ બીમાર હાલતમાં મળી આવી હતી. જ્યારે ધન્વંતરિ રથમાં તાવના 18, ખાંસી-શરદીના 90 તથા એક વ્યક્તિને વધુ સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News