વડોદરામાં સીઆર પાટીલે બરોડા ડેરીના ડિરેક્ટરો અને સ્થાનિક નેતાઓ સાથે યોજી બેઠક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-02 15:10:48
  • Views : 90
  • Modified Date : 2023-07-02 15:10:48

બરોડા ડેરીનું ગૂંચવાયેલ કોંકડું ઉકેલવા સીઆર પાટીલે પ્રયાસ હાથ ધર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલ વડોદરા પહોંચ્યા હોવાનું સામે આવી રહ્યુ છે. વડોદરાના સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં સાંસદ રંજન ભટ્ટ, ધારાસભ્ય કેતન ઈનામદાર પણ હાજર રહ્યા છે. બરોડા ડેરીના ડિરેક્ટરોને પણ સર્કિટ હાઉસ ખાતે બોલાવાયા છે.તો બીજી તરફ બરોડા ડેરીના વિવાદ મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે નિવેદન આપ્યુ છે. તેમને જણાવ્યુ છે કેપાર્ટી જે પણ મેન્ડેટ આપશે તેનો તમામ ડિરેક્ટરો અમલ કરવાના જ છે. તો અગાઉ બરોડા ડેરી મુદ્દે ગાંધીનગરમાં બેઠક મળી હતી.  પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR Patil ના બંગલા પર બેઠક યોજવામાં આવી હતી. જેમાં વડોદરા અને છોટા ઉદેપુરના ધારાસભ્ય અને સાંસદને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News