વડોદરામાં એક મહિલા તેના દિયર સાથે પ્રેમમાં પડતાં પતિને મોતને ઘાટ ઉતાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-17 14:48:48
  • Views : 88
  • Modified Date : 2024-03-17 14:48:48

 સંસ્કારી નગરી વડોદરામાં ફરી એક વાર સંબંધોને લજાવતી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલા તેના દિયર સાથે પ્રેમમાં પડી જતા પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.  સમગ્ર ઘટના ન્યુ સમા વિસ્તારમાં ચાણક્યપુરી પાસે આવેલી ડિફેન્સ કોલોનીની છે. જ્યાં મૂળ ઉત્તરપ્રદેશના વતની અને 35 વર્ષીય હરિ ગોવિંદ યાદવ નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે.  આ હત્યા કરવામાં તેનો ભાઇ અને પત્ની સામેલ હોવાનું સામે આવ્યું છે.સાધના નામની ડિવોર્સી મહિલાએ મૃતક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે લગ્ન બાદથી મહિલાને પતિના ભાઇ ધર્મેન્દ્ર સાથે પણ પ્રેમ થઇ ગયો હતો. આ વાતની પતિને શંકા જતા તેણે ઠપકો આપીને ધર્મેન્દ્ર સાથે વાતચીત કરવાની ના પાડી હતી. ત્યારે પતિને અડચણરૂપ માનીને મહિલાએ દિયર સાથે મળીને હત્યાનું કાવતરૂં રચ્યું. અને ગત રાતે જ્યારે પતિ ઘરમાં સૂતો હતો. ત્યારે મહિલાએ દિયરને બોલાવીને પતિને મારી નાંખ્યો.પોલીસ તપાસમાં સામે આવ્યું કે જ્યારે પતિ સૂતો હતો. ત્યારે મહિલાએ તેના દિયર ધર્મેન્દ્રને બોલાવ્યો. ત્યારબાદ ગળે ટૂંપો દઇ અને ગુપ્તાંગમાં લાતો મારીને હરિ ગોવિંદની હત્યા કરી નાંખી હતી. જો કે ઘરમાં બબાલ થયાની શંકા જતા સ્થાનિકે પોલીસને જાણ કરી હતી. આ મહિલા અને તેનો દિયર ફરાર થાય તે પહેલા પોલીસ પહોંચી ગઇ હતી. ત્યારે બંને આરોપી ત્યાં જ હતા. અને મૃતદેહ પણ ત્યાં જ પડ્યો હતો. જે બાદ પોલીસે સાધના નામની મહિલા અને ધર્મેન્દ્રને સ્થળ પરથી જ ઝડપી લીધા. હાલ પોલીસે સમગ્ર ઘટનાને લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News