વડોદરામાં ઇ.સ. 1881માં 60,984 લોકોને ઓરીની રસી અપાઇ હતી, સોશિયલ ડિસ્ટન્સની ત્યારે પણ કરાતી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 11:51:47
  • Views : 336
  • Modified Date : 2020-12-14 11:51:47

કોરોનાના રસીકરણની કામગીરીનો ધમધમાટ છે પણ વડોદરા માટે રસીકરણનો ઇતિહાસ 170 વર્ષ જૂનો છે.1951માં મહારાજા ગણપતરાવના સમયમાં પહેલીવાર રસીકરણનો ઉલ્લેખ છે. 1881માં મહારાજા સયાજીરાવ આવ્યા ત્યારે વેક્સિન વિભાગ અને સામૂહિક રસીકરણ શરૂ થયું હતું. 1981માં ઓરીની રસી 60,984 લોકોને આપી હતી. કોરોના રસીકરણના સુપરવિઝન માટે અધિકારીઓ નિમાયા છે ત્યારે આ કામગીરી ચીફ મેડિકલ ઓફિસરની હતી. તેના હાથ નીચે 3 ઇન્સ્પેક્ટર, 31 વેક્સિનેટર, 8 પ્રોબેશનર્સ અને 34 પટાવાળા હતા. સૌનો વાર્ષિક પગાર રૂ. 13,473 નક્કી કરાયો હતો.

વડોદરા શહેર માટે 2 અને જિલ્લા માટે 9 ઓપરેટર હતા. રસીઓ જ્યારે બ્રિટિશ સરકારે મોકલાવી ત્યારે તે સેનિટરી કમિશનરની જવાબદારીમાં હતી. કારણ કે બ્રિટિશ સરકારને રસીઓનો હિસાબ આપવાનો હતો. વડોદરાના આખા સ્ટેટના રસીકરણનો ખર્ચ તે જમાનામાં રૂા.13,485 થયો હતો. આ વર્ષમાં જ 6,432 લોકો અેવા હતા જેમને ફરી રસી આપવાની થઇ હતી. આ રસીકરણના કુલ ખર્ચનો હિસાબ લગાવ્યો તો દરેક સફળ રસીના કેસ દીઠ લગભગ 3 આના અને 7 પૈસાનો ખર્ચ થયો હતો. તે વખતે ભીડ એકત્ર ન કરવા અપિલ કરાતી હતી. સેનિટરી વિભાગના ડો.એ.ડી. કૂપરે 1914-15માં નાર ખાતે ‘ભીડની હાનિકારકતા’ (ઇવિલ્સ ઓફ ઓવરક્રાઉડિંગ) વિશે વ્યાખ્યાનો આપ્યા હતા. ઓરીના કેસો અને બ્રિટિશ સરકારના દબાણના પગલે 1914માં વેક્સિન એક્ટ બરોડા સ્ટેટમાં અમલમાં મૂકાયો હતો. જે માત્ર વડોદરા શહેર માટે હતો અને બધા વડોદરાવાસીએ રસી લેવી ફરજિયાત હતી.

છ મહિનાથી નીચેના બાળકને અને ત્યારબાદ સ્કૂલમાં બાળકનો પ્રવેશ થાય કે બાળ આઠ વર્ષનું થાય ત્યારે રસીનો બીજો ડોઝ લેવો પડતો હતો. ઓખામંડળ અને મહેસાણામાં પણ આ ફરજિયાતપણે લાગૂ પડાયું હતું. શહેરમાં પહેલા ત્રણ વર્ષ બાદ બરોડા સ્ટેટના અન્ય ભાગોમાં ફરજિયાત રસીકરણ કરાયું હતું.

Download Our B K News Today App



Related News