વડગામમાં એક પરણિત યુવતી સાસરીમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત 13.70 લાખ રૂપિયા ચોરી ડ્રાઈવર સાથે ફરાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-30 13:10:39
  • Views : 413
  • Modified Date : 2021-06-30 13:10:39

     વડગામમાં એક પરણીત યુવતી તેના પ્રેમી સાથે મળી સાસરીમાંથી 13.70 લાખ ના માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં બંને સામે પોલીસ ફરિયાદ નોંધાય છે. જેમાં વડગામ તાલુકાના છનિયાણા ગામની મનીષા નામની યુવતીના લગ્ન મજાતપુર ગામે રહેતા પ્રવીણભાઈ સાથે થયા હતા તે દરમિયાન મનીષા તેના પિયર છનીયાણા ગામે આવી હતી અને બાદમાં પાલનપુર દાંત ના દવાખાને બતાવવા જવાનું છે અને ત્યાંથી બારોબાર સાસરી માં જવાનું કહીને ઘરેથી નીકળી હતી. બાદમાં બીજા દિવસે મનીષા ના મોબાઈલ પર તેના પિતાએ સંપર્ક કરતા નંબર સ્વીચ ઓફ આવતો હતો જેથી યુવતીના પિતાએ તેમના જમાઈ પ્રવીણભાઈ ને ફોન કરી પૂછતા મનીષા તેમના ઘરે પહોંચી જ ન હોવાનું જાણવા મળ્યું હતું બાદમાં તપાસ આ મનીષા ધનાલી ગામ ના ડ્રાઇવર પ્રકાશ માજીરાણા સાથે ભાગી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ સાસરીમાં તપાસ કરતા સોનાના દાગીના સહિત 13.70 લાખ રૂપિયા ના માલમત્તાની પણ આ બંને ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે યુવતીના પિતાએ તેમની પુત્રી અને તેના પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વડગામ પોલીસે યુવતીના પિતાની ફરીયાદના આધારે બંનેની શોધખોળ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News