ઉચપા ગામે આંગણવાડી કેન્દ્ર સહિત 50 ઘરોમાં વરસાદી પાણી ભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-26 11:31:33
  • Views : 244
  • Modified Date : 2022-08-26 11:31:33


બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે કેટલાય ડેમો ઓવરફ્લો થઈ ગયા છે જ્યાં કેટલાય ગામો બેટમાં ફેરવાઈ ગયા છે જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવના ઉચ્ચપા ગામે આજ રોજ થરાદ તરફથી અતિ દુર્ગંધ મારતું વરસાદી પાણી આવતા ઉચપા ગામે આંગણવાડી કેન્દ્ર સહિત નીચાણ વાળા વિસ્તારમાં રહેતા ૫૦ ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે જોકે વરસાદી પાણી ભરાતા ગામ લોકોને હાલાકી ભોગવી પડી રહી છે જેને લઈને મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે તંત્ર દ્વારા અમારા ગામની મુલાકાત લઇ તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે

Download Our B K News Today App



Related News