કોરોના કહેર:ગુજરાતના ત્રણ જિલ્લામાં કોરોનાથી 79.25 ટકા દર્દીનાં મૃત્યુ થયાં, અમદાવાદમાં સૌથી વધુ મૃત્યુદર 4.13 ટકા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 13:05:18
  • Views : 286
  • Modified Date : 2020-12-02 13:05:18

  • કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયાં હોય એવાં રાજ્યોમાં ગુજરાતનું નવમું સ્થાન.દેશમાં સૌથી વધુ મૃત્યુદર ધરાવતાં રાજ્યોમાં ગુજરાતનું ચોથું સ્થાન
  • રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 4004 થઈ ગઈ છે. બે લાખ કેસોમાં રાજ્યના ત્રણ જિલ્લામાં 79.25 ટકા લોકોનાં મોત થયાં છે, જ્યારે ડાંગ જિલ્લામાં હજી સુધી કોરોનાથી એકપણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી. રાજ્યના અમદાવાદ, સુરત અને વડોદરામાં સૌથી વધુ વ્યક્તિઓ કોરોના સંક્રમણથી મૃત્યુ પામ્યા છે. એ ઉપરાંત ગુજરાતમાં સૌથી વધુ મૃત્યુદર અમદાવાદમાં 4.13 ટકાનો છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુમાં ગુજરાતનો નવમો નંબર છે.
દેશમાં કોરોનાથી મૃત્યુ થવા મુદ્દે ગુજરાતનું નવમું સ્થાન છે,.ગુજરાતમાં કોરોનાના સંક્રમણથી જે લોકોનાં મોત થયાં તેમાંથી 51.25 ટકા લોકો માત્ર અમદાવાદ જિલ્લામાંથી છે. રાજ્યમાં એકમાત્ર ડાંગ જિલ્લો જ એવો છે જ્યાં કોરોનાથી હજી સુધી એકપણ મૃત્યુનો કેસ નોંધાયો નથી.રાજ્યમાં કોરોના વાઈરસથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યામાં ખૂબ જ વધારો થવા માંડ્યો હતો. મે મહિનામાં સૌથી વધુ 830 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો, જ્યારે જુલાઈમાં 804 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો હતો.
રાજ્યમૃત્યુદર
પંજાબ3.20%
મહારાષ્ટ્ર2.58%
સિક્કિમ2.20%
ગુજરાત1.89%
પ.બંગાળ1.70%

Download Our B K News Today App



Related News