ગુજરાતમાં ત્રણ દિવસમાં PM મોદીના પાંચ મોટા કાર્યક્રમ, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત પર વધ્યું ફોકસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-15 11:47:38
  • Views : 229
  • Modified Date : 2022-04-15 11:47:38

PMનો ગુજરાત પ્રવાસ

ત્રણ દિવસના પ્રવાસે આવશે PM

વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તારીખ 18 એપ્રિલે સાંજે PM મોદી અમદાવાદ પહોંચશે. ત્યાર બાદ રાજ્યમાં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમમાં જોડાશે અને સભાઓ પણ સંબોધશે અને વિવિધ પ્રકલ્પોના ખાતમૂર્હત કરશે. ઉલ્લેખનીય છે કે,  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને જનતાને આકર્ષવા માટે ભાજપે મહાઅભિયાન શરુ કર્યુ છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની અંગેની વધુ માહિતી આપતાં સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 એપ્રિલે સાંજે 5:30 કલાકે પ્રધાનમંત્રી મોદી અમદાવાદ પહોંચશે. ત્યારબાદ સાંજે 6 કલાકે ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. 

વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરશે

19 એપ્રિલે બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનોનું ખાતમુહૂર્ત કરશે. તેમજ દિયોદર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. દિયોદર બાદ PM મોદી બપોરે 1.20 કલાકે જામનગર પહોંચશે. જ્યાં તેઓ વિશ્વ આયુર્વેદિક યુનિવર્સિટી કાર્યક્રમમાં ભાગ લેશે. અને ગ્લોબલ મેડિસિન સેન્ટરનું ખાતમુહૂર્ત કરશે. બાદમાં 20 એપ્રિલે મહાત્મા મંદિર કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ દાહોદ જવા માટે રવાના થશે. દાહોદ અને પંચમહાલમાં વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કરશે.

PM મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

18 એપ્રિલ

-સાંજે 5:30 કલાકે અમદાવાદ પહોંચશે
-
સાંજે 6 કલાકે ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની લેશે મુલાકાત
-
રાત્રે રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ

19 એપ્રિલે

- બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનોમું ખાતમુહૂર્ત કરશે
-
દિયોદર ખાતે યોજાયેલી જનસભામાં હાજર રહેશે 
-
દિયોદર બાદ PM જામનગરના કાર્યક્રમમાં આપશે હાજરી
- PM
બપોરે 1:20 કલાકે જામનગર પહોંચશે
-
વિશ્વ આયુર્વેદિક યુનિવર્સિટી કાર્યક્રમમાં ભાગ લેશે
-
ગ્લોબલ મેડિસિન સેન્ટરનું કરશે ખાતમુહૂર્ત
- 5:00
વાગ્યે જામનગરથી અમદાવાદ આવશે
-
રાત્રે પુનઃ રાજભવનમાં કરશે રાત્રી રોકાણ

20 એપ્રિલે

-મહાત્મા મંદિર કાર્યક્રમમાં આપશે હાજરી
-
દાહોદ અને પંચમહાલમાં વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કરશે
-2
વાગ્યે PM મોદી દાહોદ જવા થશે રવાના
-
સાંજે 6.16 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે

 

Download Our B K News Today App



Related News