ડીસા તાલુકાના થેરવાડા ગામે વોર્ડ નંબર-3ની ફાળવેલ અનામત બેઠકના વોર્ડમાં એક પણ મતદાતા ન હોવા છતાં બેઠક ફાળવી દેતા ઉમેદવારો પણ અટવાયાં હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-02 11:39:58
  • Views : 196
  • Modified Date : 2021-12-02 11:39:58

 

ડીસા તાલુકામાં જ્યારથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઇ છે ત્યારથી એક બાદ એક ઉમેદવારો ચૂંટણીને લઇ પોતાનું પ્રભુત્વ બતાવી રહ્યા છે પરંતુ આજે પણ કેટલીક ચૂંટણીલક્ષી ખામીના કારણે ઉમેદવારો અને મતદારો રહ્યા છે ગુજરાત રાજ્યની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાની ચાલુ થયું છે ત્યારે મતદાર યાદી અને બેઠકોની ફાળવણી ના ગંભીર છબરડા બહાર આવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના થેરવાડા. ગામમાં પણ સરપંચ અને સભ્યોની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં કુલ આવેલા 10 વોર્ડ પૈકી વોર્ડ નંબર માં અનામત બેઠક માટે ફાળવવામાં આવેલ છે જેમાં વોર્ડ નંબર3 માં અનુસૂચિત જાતિ માટે ફાળવી દેવામાં આવી છે તેજ રીતે  અનુસૂચિત આદિજાતિ માટે ફાળવવામાં આવી છે પરંતુ વોર્ડ નંબર 3 એક પણ આદિજાતિનો મતદાર નથી ત્યારે સવાલ થાય કે શું રાજ્ય સરકારના અધિકારીઓ તથા ચૂંટણીમાં નિમેલા અધિકારીઓ વોર્ડની બેઠકમાં કોણ કેટલા મતદારો છે તેની તપાસ થતી નહીં હોય કે પછી આડેધડ વોર્ડ ની બેઠકો ની ફાળવણી કરી દેવા માં આવે છે તેવા પણ અનેક સવાલો ઉભા થયા છે પ્રમાણે આવી ભૂલો અનેક ગામોમાં પણ હોઈ શકે છે. ગ્રામ પંચાયતના સભ્યો ની અનામત  બેઠકોની ફાળવણીમાં ગંભીર છબરડો બહાર આવ્યો છે જેમાં જે બેઠક અનામત માટે ફાળવેલ હોય છે તે બેઠકમાં અનામત વર્ગ નો એક પણ મતદાર હોવાથી ઉમેદવારો પણ અટવાયા છે.રાજ્ય ચૂંટણી પંચ આયોગ દ્વારા રાજ્યની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી ની તારીખો જાહેર કરી તેની સાથે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પણ ચલાવવામાં આવ્યો ત્યારે ઉમેદવારી કરતા ઉમેદવારોને બહાર મળતી મતદાર યાદી માન્ય ગણવી તેને લઈને પણ અસમંજસમાં મુકાયા છે.

Download Our B K News Today App



Related News