2020થી ઝડપથી ફરવા લાગી છે પૃથ્વી, વૈજ્ઞાનિકો પણ મૂંજવણમાં, છેલ્લા 50 વર્ષોમાં આવું પહેલી વખત બન્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 14:03:49
  • Views : 688
  • Modified Date : 2021-01-06 14:03:49

    દેશમાં ચાલી રહેલી મહામારીને કારણે અડધા દેશના લોકો ઘરમાં બેઠા છે લાગે છે જાણે સમય થોભી ગયો છે, પણ આંકડા પ્રમાણે સમય ઝડપથી ભાગી રહ્યો છે. આવું માત્ર કહેવા માટે નથી પણ વાસ્તવમાં ધરતી પોતાના એક્સિસ પર સામાન્ય કરતા વધુ ઝડપથી ફરી રહી છે. જેના કારણે દિવસની લંબાઈ 24 કલાકથી ઓછી થઈ ગઈ છે.પૃથ્વીની આ ગતિ છેલ્લા 50 વર્ષોમાં કોઈ પણ સમયની તુલનામાં ઝડપી છે.

    હવે વૈજ્ઞાનિકો પણ આ વાતથી હેરાન છે કે આને કેવી રીતે સરખું કરી શકાય. હાલ ધરતી સામાન્ય ગતિથી વધુ ઝડપી ફરી રહી છે. પૃથ્વી 24 કલાક પહેલા પોતાની ધરી પર એક ચક્કર પુરુ કરી રહી છે. સામાન્ય રીતે પૃથ્વી 24 કલાકમાં પોતાની ધરી પર એક ચક્કર લગાવે છે. પણ ગત વર્ષે જૂનથી માંડી અત્યાર સુધી પૃથ્વી પોતાની ધરી પર વધુ ઝડપી ફરી રહી છે. જેના કારણે પૃથ્વી પર હાજર તમામ દેશોનો સમય બદલાતો રહે છે. સાયન્ટિસ્ટને પોત પોતાની જગ્યા પર હાજર એટોમિક ક્લોકનો સમય બદલવો પડશે. એટલે કે આ વખતે સાયન્ટિસ્ટને નેગેટિવ લીપ સેકન્ડ પોત પોતાની વોચમાં જોડવો પડશે. વર્ષ 1970થી અત્યાર સુધી કુલ 27 લીપ સેકન્ડ જોડવામાં આવી છે.

    બ્રિટિશ વેબસાઈટ ડેલી મેઈલમાં પ્રકાશિત એક સમાચાર પ્રમાણે, છેલ્લા ઘણા દાયકાથી પૃથ્વી 24 કલાકના સમય કરતા વધુ સમય લઈને પોતાની ધરી પર ફરી રહી હતી પણ ગત વર્ષે જૂનથી 24 કલાકથી પણ ઓછા સમયમાં એક ચક્કર લગાવી રહી છે. પૃથ્વી હાલ 24 કલાકમાં 0.5 મિલીસેકન્ડથી ઓછા સમયમાં ફરી રહી છે. એટલે કે અમારા 24 કલાકમાં 0.5 મિલીસેકન્ડ ઓછા થઈ ચૂક્યાં છે.

    2020 પહેલા સૌથી નાનો દિવસ 2005માં હતો. પણ છેલ્લા 12 મહિનામાં આ રેકોર્ડ કુલ 28 વખત તૂટ્યો છે. સમયનું આ પરિવર્તન માત્ર એટોમિક ક્લોક પર જ જોઈ શકાય છે. પણ આના કારણે ઘણી બધી મુશ્કેલી આવી શકે છે. આપણી સંચાર વ્યવસ્થામાં ઘણી તકલીફ આવી શકે છે. કારણ કે આપણા સેટેલાઈટ્સ અને સંચાર યંત્ર સોલર ટાઈમ પ્રમાણે સેટ કરવામાં આવે છે. આ સમય તારા, ચંદ્ર અને સુરજની સ્થિતિ પ્રમાણે સેટ કરવામાં આવે છે.તો આ તરફ નેશનલ ફિઝીકલ લેબોરેટરીના સીનિયર રિસર્ચ સાઈન્ટિસ્ટ પીટર વ્હિબબર્લીએ કહ્યું કે, આ વાત તો સાચી છે કે પૃથ્વી પોતાના નક્કી કરેલા સમયથી ઓછા સમયમાં એક ચક્કર પુરુ કરી રહી છે. આવું છેલ્લા 50 વર્ષોમાં પહેલી વખત બન્યું છે.

Download Our B K News Today App



Related News