ડીસા શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ હરકતમાં ડીસા નગરપાલિકાના પાણીના બોરોની તપાસ હાથ ધરાઇ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-25 13:09:54
  • Views : 263
  • Modified Date : 2021-09-25 13:09:54

    છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદના પગલે પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે જેને લઇને આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાવવા માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવી છે ત્યારે ડીસા શહેરમાં પણ પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચકતા સિવિલ હોસ્પિટલ સહીત પ્રાઇવેટ હોસ્પિટલમાં તાવ શરદી માથુ કળતર જેવી પાણીજન્ય રોગચાળોના કેસો નોંધાયા છે જેમાં ખાસ કરીને ડીસા શહેરમાં પાંચ જેટલા ડેન્ગ્યુના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા ઠેરઠેર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અને પીવાના પાણીની તપાસ તેમજ વરસાદી પાણીના ભરેલા ખાબોચિયામાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ડીસા આરોગ્ય વિભાગના હેલ્થઃ અધિકારી જીગ્નેશ હરીયાણીના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના પાણીના બોર માં તપાસ હાથ ધરી હતી જે દરમિયાન નગરપાલિકાની ઘોર બેદરકારી બહાર આવી હતી જમા ડીસા નગરપાલિકાના દિપક હોટલ સામે આવેલા પાણીના બોરમાં કોલોરિયન દવાનો અભાવ જોવા મળ્યો હતો અરે રોગચાળાને અટકાવવા માટે નગરપાલિકા દ્વારા શહેરમાં પૂરું પાડવામાં આવતો પીવાના પાણીમાં કોલેરીયનની દવા ફરજિયાત હોય છે પરંતુ રોગચાળાને અટકાવવાની મોટી મોટી વાતો કરતી ડીસા નગરપાલિકા ના રાજ માં છેલ્લા કેટલાક દિવસોથી લોકોને પૂરું પાડવામાં આવતો પીવાના પાણીમાં કોલેરીયન દવાનો સ્ટોક ના હોવાના કારણે દવા વગર નું પાણી લોકોને આપવામાં આવી રહી છે જેથી શહેરીજનોમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા પણ સેવાઈ રહી છે આજરોજ ડીસા આરોગ્ય વિભાગ દ્વારા ડીસાના ભણસાલી હોસ્પિટલની બાજુમાં આવેલા પાણીના બોર્ડમાં તેમજ દિપક હોટલ પાસે આવેલા પાણીના બોરમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નગરપાલિકાને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે તાત્કાલિક અસરથી કોલેરીયન દવાનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી.

 

Download Our B K News Today App



Related News