જુના નેસડા ગામે અફીણ અને દારૂ જેવા વ્યસન ને ગામજનો દ્વારા ભેગા મળી ને તેજાજંલી અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-02 11:17:53
  • Views : 300
  • Modified Date : 2022-08-02 11:17:53


 


ડિસા તાલુકાના જુના નેસડા ગામ ૬૫૦૦ થી વધુ ની જન સંખ્યા ધરાવતું ગામ છે. જેમાં ચતુરમાસ ગાળવા માટે પુજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તપોરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ વ્યસન મુક્તિ નું અભિયાન ચલાવી રહ્યા છે જેઓ બનાસકાંઠા ને વ્યસન મુક્ત બનાવવા એક નિરધાર કરેલ છે. જેને લઇને આજ રોજ જુના નેસડા ગામના વડીલો , આગેવાનો , સરપંચ અને યુવક મંડળ ના સભ્યો ભેગા મળીને મહારાજ સાહેબ ની સાક્ષી માં દારૂ તેમજ ગામના વેપારીઓએ દારૂ નો ગોળ , ગુટકા&તમાકુ , પાન-બીડી નું વેચાણ તેમજ મરણ અને લગ્ન પ્રસંગે અફિણ અને ડોડા પીવા ના રીવાજ પર ૧૦૦૦ થી વધુ ગ્રામજનો ભેગા મળીને તેજાજંલી આપી હતી જેનું ગામજનો ને સંપૂર્ણ પાલન કરવા નું રહશે જો ગામનો કોઈ વ્યક્તિ ઉલંઘન કરતો માલુમ પડશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.


Download Our B K News Today App



Related News