બનાસકાંઠા ના ડીસા માં મકાન માલિક વતનમાં જતા અજાણ્યા તસ્કરો હાથ ફેરો કરી ગયા હોવાની ઘટના સામે આવી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-24 13:19:16
  • Views : 301
  • Modified Date : 2022-07-24 13:19:16


 પડોશી એ જાણ કરતા જ મકાન માલિકે પરત આવી તપાસ કરતા એક લાખ રૂપિયા રોકડ અને 10 તોલા સોના ચાંદીના દાગીના ની ચોરી થઈ હોવાનું માલુમ પડતા જ પોલીસને જાણ કરાઈ છે


ડીસા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ડીસા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા એક મહિનામાં અનેક ચોરીઓની ઘટના સામે આવી રહી છે ચોર ટોળકીને જાણે પોલીસનો સહેજ પણ ડર ન રહ્યો હોય તેમ એક બાદ એક લાખો રૂપિયાની ચોરીની ઘટનાને ચોર ટોળકી અંજામ આપી રહી છે ત્યારે વારંવાર ચોરીની ઘટનાઓને લઈ લોકોમાં ભાઈ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ડીસા ના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં રહેતા તગાજી રાજગોર સામાજિક કામ અર્થે પોતાના પરિવાર સાથે રાજસ્થાનના સાચોર ખાતે વતનમાં ગયા હતા. તે દરમ્યાન કોઈ અજાણ્યા  તસ્તરો રાત્રિના સમયે તેમના બંધ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. અને તિજોરી નું લોક તોડી તેમાં પડેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે તેમના મકાનનું તાળું  તૂટેલું જોતા પાડોશી એ જાણ કરતા તગાજી પરત ઘરે આવી પહોંચ્યા હતા. અને તપાસ કરતા ઘરમાંથી એક લાખ રૂપિયા રોકડા અને દસ તોલા સોનાના ચાંદીના દાગીના ની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જે બનાવ અંગે મકાન માલિકે જાણ કરતા ડીસા ઉત્તર પોલીસે તપાસ હાથ ધરી છે . . .


Download Our B K News Today App



Related News