થરાદના બેવટા ગામે પરિણિતાએ ઘરના ઓરડામાં ઓઢણા વડે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરતાં અરેરાટી મચી જવા પામી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-08 11:45:44
  • Views : 2222
  • Modified Date : 2021-10-08 11:45:44

 

થરાદના ચોટપાના રાણાભાઇ મગનાજી પટેલે પોલીસ મથકમાં જાહેરાતમાં જણાવ્યું હતું કે તેમની નાની પુત્રી ભાવનાબેન ઉ.વ .૨૧ નાં લગ્ન બેવટાના દશરથભાઇ હરાભાઇ પટેલ સાથે બે વર્ષ પહેલાં થયાં હતાં . મંગળવારની બપોરના અઢી વાગ્યાના સુમારે પુત્ર હરેશભાઇ બેવટા ગામે તેડવા માટે ગયો હતો.આ વખતે તેના સસરા હરાભાઇએ તેણીને અલગ કરવાની હોઇ હાલ મળવા નહી મોકલીએ તેમ જણાવ્યું હતું . બીજી બાજુ સવારના ચાર વાગ્યે રાણાભાઇને તેમના પિતરાઇ ગુમાભાઇ પટેલે ભાવનાબેન મૃત્યુ પામી હોવાના સમાચાર આપ્યા હતા આથી તેઓ બધા તેણીના સાસરે જતાં ઓસરીમાં ભાવનાબેનનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો . આ અંગે પુછતાં ભાવનાબેનના સસરાએ રાત્રે અગિયાર વાગ્યે દરવાજો ખોલવા જતાં અંદરથી બંધ હોઇ પ્રયત્ન કરીને ખોલતાં ભાવના ઓઢણા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હોવાની વાત કરી હતી . તેણીના મૃતદેહને ખાનગી વાહનમાં થરાદની સરકારી હોસ્પીટલમાં પીએમ અર્થે લવાયો હતો . આ અંગે થરાદ પોલીસે અસ્માત મોત રજીસ્ટરે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી . આ બનાવને લઇને અરેરાટી પ્રસરવા પામી હતી .

Download Our B K News Today App



Related News