ડીસામાં શ્રી સરકારી ગોગા મહારાજ ના મંદિરે ભવ્ય રમેલ (જાતર) અને યજ્ઞ નું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-16 11:29:07
  • Views : 378
  • Modified Date : 2022-05-16 11:29:07

 

રમેલ ના આયોજન માટે શે ગોપાલ સેના ની બેઠક યોજાઈ

 

ડીસાના નવિન ન્યાય સંકુલમાં બિરાજમાન શ્રી રાજરાજેશ્વર સરકારી ગોગા મહારાજ નું મંદિર આવેલું છે. જેમાં આગામી જેઠ સુદ માં યોજાનાર રમેલ અને યજ્ઞ ના આયોજન માટે ગોપાલ સેના ની બેઠક યોજાઈ હતી.ડીસાના હવાઈ પિલ્લર સામે આવેલ શ્રી સરકારી ગોગા મહારાજ ના મંદિર દર વર્ષે જેફ મહિનામાં રમેલ અને.યજ્ઞ યોજવામાં આવે છે પરંતુ કોરોના મહામારી ના કારણે બે વર્ષ થી રમેલ કે યજ્ઞ કરવામાં આવ્યો .હતો. જેથી ચાલુ વર્ષે શ્રી સરકારી ગોગા મહારાજ નો હવન અને રમેલ (જાતર) ધામધુમથી થાય તેના આયોજન માટે આજે શ્રી સરકારી ગોગા મહારાજ ના મંદિર સંગઠન ના સ્થાપક નરસિંહભાઇ દેસાઈ (બાઈવાડા), જિલ્લા સંગઠન મંત્રી રાજુભાઈ બાર  (મુડેઠા), જિલ્લા ઉપપ્રમુખ જીવાભાઈ ભાગરા (રાણપુર), ગોપાલ સેના જિલ્લા પ્રમુખ સાગરભાઈ દેસાઈ (બાઈવાડા), ડીસા તાલુકા ગોપાલ સેના પ્રમુખ મોહનભાઈ દેસાઈ (ઝેરડા), ઉપપ્રમુખ અલ્પેશભાઈ દેસાઈ (લોરવાડા), લાખણી ગોપાલ સેના પ્રમુખ ભુરાભાઈ કોલા (જાકોલ), હીરાભાઈ દેસાઈ  (ભોરોલ), પરબતભાઈ દેસાઈ (શેરગઢ), ભગાભાઇ દેસાઈ (ગામડી), પરેશભાઈ દેસાઈ (વકવાડા), મગશીભાઈ દેસાઈ (રસાણા), રાહુલભાઈ દેસાઈ (સમશેરપુરા) તેમજ ગોગા મહારાજ ના પૂજારી વિજય મહારાજ સહિત યુવાનો હાજર રહ્યા હતા અને ભવ્ય જાતર અને યજ્ઞ ના આયોજન માટે ચર્ચા કરવામાં આવી હતો.

Download Our B K News Today App



Related News