રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને રૂપિયા 5થી લઈ 2 હજારની નોટોના વાઘા પહેરાવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-13 15:59:04
  • Views : 386
  • Modified Date : 2020-11-13 15:59:04

          આજે ધનતેરસ છે. ત્યારે રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આજે વિશેષ પૂજા કરવામાં આવી હતી. આજે ધનતેરસ હોવાથી ભગવાન સ્વામી નારાયણને રૂપિયા 5થી લઈને 2 હજારની નોટોના વાઘા પહેરાવવામાં આવ્યાં હતાં. કોરોના વાયરસના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય તે માટે પૂજા કરવામાં આવી હતી.રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી દિવાળીના તહેવારોની રોનક કોરોનાના ભય વચ્ચે પણ દેખાઈ રહી છે. ત્યારે ધનતેરસના પર્વને લઈને શહેરના ભૂપેન્દ્ર રોડ પર આવેલ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાનને પૈસાના વાઘાનો અનોખો શણગાર કરવામાં આવ્યો છે. ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ સહિતના ભગવાનને રૂ.5થી લઈને રૂ.2 હજારની નોટોના વાઘા પહેરાવવામાં આવ્યાં છે. તો સાથે કોરોના વાયરસના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય તે માટે સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે વિશેષ પૂજા કરવામાં આવી છે.મહંત રાધારામણ સ્વામીએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીના કારણે લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને આજે સ્વામીનારાયણ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી વર્ષ 2076નું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આવનાર 2077મું વર્ષ એટલે કે નવું વર્ષ તમને ગમે તેવું જાય તે માટે આજે પ્રાર્થના કરૂ છું.

Download Our B K News Today App



Related News