ઘરે 5 માસની પુત્રી અને પત્ની કોરોના સંક્રમિત હોવા છતા પાટણ 108ના પાયલોટે પોતાની ફરજ પર હજાર રહીને દર્દીઓને બચાવવા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-13 12:19:11
  • Views : 284
  • Modified Date : 2021-05-13 12:19:11

     સરસ્વતી અને સિદ્ધપુર તાલુકામાં એપ્રિલના અંત માસમાં કોરોનાની ગંભીર સ્થિતિમાં દર્દીઓને હોસ્પિટલ લઇ જવા માટે સિદ્ધપુર -કાંસા અને જંગરાલ ત્રણ રૂટમાં દોડતી 108 માં રિલિવર પાયલોટ તરીકે ફરજ બજાવતા સિદ્ધપુરના અંકિત પટેલના પરિવારમાં પણ આ દરમ્યાન પ્રથમ તેમની પત્ની અને ત્યારબાદ તેમની 5 માસની દીકરી બન્ને કોરોના સંક્ર્મણમાં આવ્યા હતા.ત્યારે બન્ને કોરોનામાં સપડાતા બન્ને ને હોમ‌ આઇસોલેશનમાં સારવાર શરૂ કરી હતી.ત્યારે આવા કપરા સમયમાં નાની દીકરી અને પત્નીને તેમની જરૂર હોવા છતાં પાયલોટ અંકિત પટેલ બન્નેને તેમના માતા પિતાના આશરે છોડી સતત 108 માં દર્દીઓને સારવાર માટે દોડતો રહ્યો હતો.પરિવારમાં તેમની જરૂર હોવા છતાં તેમને એકપણ દિવસની રજા લીધી ન હતી.અને સાથી 108 ના કર્મીઓને સહયોગમાં સતત ફરજ પર હાજર રહી દર્દીઓના જીવ બચાવવા માટેની કામગીરી કરી માનવતા મહેકાવી હતી.

     પાટણ જિલ્લામાં બીજી લહેરમાં ગંભીર સ્થિતિની અંદર પત્ની અને 5 માસની દીકરી કોરોનામાં સંક્રમિત હોવા છતાં પણ બન્નેને માતા -પિતાના આશરે મૂકી હિંમત સાથે 108 ના પાયલોટ સતત દર્દીઓની જીવ બચાવવા 108 લઇ દોડી રહ્યા હતા.ત્યારે પરિવારની ચિંતા ન કરી કોઈના પરિવારના સભ્યને બચાવવા માટે કપરી સ્થિતિમાં ફરજને ધર્મ સમજી નિભાવતા સમગ્ર 108 ટીમમાં પયાલોટ પ્રત્યે સન્માનની લાગણી જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News