કાંકરેજ તાલુકાના તાણા ગામના તક્ષશિલા મિત્ર મંડળનાં સભ્યો દ્વારા કોરોના વેક્સિંન માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-02 12:40:40
  • Views : 254
  • Modified Date : 2021-05-02 12:40:40

    કોરોના વાયરસનાં બીજા રાઉન્ડમાં સમગ્ર ભારત તથા સમગ્ર ગુજરાતના નાના-મોટા સિટી તથા નાનકડા ગામડાની વસ્તી પણ ખુબ જ પરેશાન થઈ ગઈ છે.કામધંધા પણ બંધ થઈ ગયા છે.ચારેબાજુ ઉદાસી અને બીમારી પણ વધી રહી છે. લોકોમાં હકારાત્મક અભિગમ ઘટીને એટલી હદે નકારાત્મકતા વધી રહી છે કે જાણે હવે પછી કદાચ આ દુનિયામાંથી હું તો વિદાય નહીં લઉ ને ? આવું ભયાનક વાતાવરણ સર્જાયું છે તથા દરરોજ અનેક સ્નેહીજનો તથા અનેક વિસ્તારના સારા અને સેવાભાવી વ્યક્તિઓ જીવ ગુમાવી રહ્યા છે.ત્યારે હૃદય ખુબ જ કરૂણાંતાના અનુભવો થાય છે.પણ એવું શું કરવું જોઈએ મનમાં વારંવાર આવાં વિચારો કર્યા કરતું હતું ત્યારે કાંકરેજ તાલુકાના તાણા ગામના તક્ષશિલા મિત્ર મંડળનાં મિત્રોમાં એક વિચાર પ્રગટ થયો કે આપણે પોતેજ આપણા વિસ્તારના વોરીયર્સ બનીને જનજાગૃતિ અભિયાન ચલાવીએ આ સાથે તક્ષશિલા મિત્ર મંડળ આહવાન કરે છે કે તક્ષશિલા મિત્ર મંડળ વગર સમગ્ર વિસ્તારના નાના-મોટા ગ્રુપ,મિત્ર મંડળ તથા સંસ્થા ચલાવતા દરેક ગ્રુપ, સંસ્થા કે મિત્ર મંડળને નમ્ર વિનંતી કરીએ છીએ કે કોરોના વેક્સિંન માટે જનજાગૃતિ અભિયાનના નાનકડા અને નીત- નવા પ્રયાસ કરીએ.કદાચ આપણી પ્રેરણાથી કોઈકનું જીવન બચી શકે છે.આવો સૌ સાથે મળીને કોરોના વાયરસને હરાવીએ.

     ફરીથી એક નાનકડા પ્રયાસની સાથે નવયુવાનોએ તક્ષશિલા મિત્ર મંડળ,તાણા નામની ટીમ બનાવી કોરોના વાયરસને નાથવા કટિબદ્ધ થયા છે ત્યારે  તા.૩૦/૦૪/૨૦૨૧ને શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકે તાણા શિશુ મંદિરના પટાંગણમાં કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ પી.વાઘેલા એ થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ સી.વાઘેલા અને તાણાના ઉત્સાહી સરપંચ ગીરીશભાઈ એ.પટેલની ઉપસ્થિતિમાં તક્ષશિલા મિત્ર મંડળને કોરોના વાયરસને નાથવા થરા શહેરની આજુબાજુના ગામડામાં કોરોના વેક્સિન લેવા માટે લોકોમાં વહેમ અને શંકા છે અને ગામડાની ખેડૂત પ્રજા વેક્સિન લેવા માટે ગભરાય છે તેઓ માટે અગત્યનું છે. જનજાગૃતિ અભિયાન દ્વારા તમો ગામડાની નાની-નાની દૂધ ડેરીએ જઈને દરેક વ્યક્તિને કોરોના વેક્સિન વિશે સમજણ આપી અને એ લોકોને કોરોના વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરો જેથી કરીને આપણો કાંકરેજ તાલુકો સંપૂર્ણ વેક્સિનેશન થઈ જાય અને આપણો જનજાગૃતિ અભિયાન પૂર્ણ થતા.કોરોના વાયરસથી આપણે મુક્ત થઈ શકીએ અને ચિંતામુક્ત પણ થઈ શકે.આ અભિયાનમાં આપ સફળ થાઓ  અને મારી ક્યાંય જરૂર જણાય તો  જાણ કરવા જણાવ્યું હતું.તાણા સરપંચ ગીરીશભાઈ એ.પટેલે જણાવ્યું કે મારી કે પંચાયતની જરૂર જણાય તો સત્વરે જાણ કરવા અનુરોધ કરેલ.આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ મંડળના થરાના સંયોજક અને બ.કાં.જિલ્લા સહ સંયોજક ઉમેશભાઈ પ્રજાપતિ, તથા તક્ષશિલા મિત્ર મંડળ,તાણા ના કાર્યકરો હાજર રહ્યા હતા.

 

Download Our B K News Today App



Related News