વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સોસીયલ મીડિયા મારફતે મુખ્યમંત્રીને અપીલ કરી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-23 11:44:03
  • Views : 308
  • Modified Date : 2021-05-23 11:44:03

     કોરોના મહામારીના બીજા તબક્કામાં બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક લોકો હોમાઈ ગયા છે ઓક્સિજનના અભાવે બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકો કોરોના વાયરસનો શિકાર બન્યા હતા ત્યારે જીગ્નેશ મેવાણીએ તેમના વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે એક કરોડ રૂપિયાની ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવી છે પરંતુ આ ગ્રાન્ટ સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવતી નથી તેમજ અગાઉ જીગ્નેશ મેવાણી તેમના મત વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે લોકફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું હતું પરંતુ તે સમયે પણ સરકારે કીન્નાખોરી રાખી જે સંસ્થાઓ ઓક્સિઝન પ્લાન્ટ બનાવવા માટે મદદ કરી રહી હતી તે સંસ્થાના ખાતા સરકારે સીઝ કરી દીધા હતા ત્યારે હવે ગુજરાતના મુખ્યમંત્રી પ્લાન્ટ બનાવવા માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ રિલીઝ કરે અથવા તો જીગ્નેશ મેવાણીને ઓક્સિઝન પ્લાન્ટ બનાવવા માટે જે સંસ્થાઓ મદદ કરી હતી તે સંસ્થાઓના ખાતા રેગ્યુલર થાય તેવી માંગણી અને મુખ્યમંત્રીને અપીલ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો.

Download Our B K News Today App



Related News