સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટમાં 20 ઇમારત યથાસ્થિતિમાં રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-11 15:09:02
  • Views : 120
  • Modified Date : 2024-03-11 15:09:02

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે અમદાવાદમાં સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે. રોજના હજારો દેશ અને વિદેશના પ્રવાસીઓ આ આશ્રમની મુલાકાતે આવે છે ત્યારે હવે 5 એકરમાં ફેલાયેલું આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે.અમે તમને જણાવીશું કે આ પ્રોજેક્ટની ખાસિયત શું છે.સાબરમતી આશ્રમ આઝાદીના ઈતિહાસના પાયામાં ખાસ સ્થાન ધરાવે છે. આ માત્ર આશ્રમ નથી પરંતુ ભારતના ઈતિહાસનો એ પુરાવો છે કે જ્યાંથી અંગ્રેજોને પાછા ધકેલવા માટેની અનેક યોજનાઓનું આયોજન કરાયું હતું. અહીં વર્ષ દરમિયાન દેશ અને વિદેશના અનેક ટૂરિસ્ટ આવે છે અને ઈતિહાસને જાણે છે. હવે આ પરિસર અને આસપાસના વિસ્તારને અદ્યતન બનાવવાનો નિર્ણય સરકારે કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોજેક્ટના રિડેવલપમેન્ટનું 12 માર્ચે ખાતમુર્હૂત કરવાના છે અને તેને લઈને તૈયારીઓ થઈ રહી છે.રોજના હજારો દેશ અને વિદેશના પ્રવાસીઓ આ આશ્રમની મુલાકાતે આવે છે ત્યારે હવે 5 એકરમાં ફેલાયેલું આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે. અંદાજે 1200 કરોડના ખર્ચે આ આશ્રમનું નવીનીકરણ કરવામા આવશે, જેમાં હાલમાં આવેલી 20 ઇમારતોને યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવશે. આ ઉપરાંત 13 નવા બિલ્ડિંગ ઉભા કરવામાં આવશે અને મુલાકાતીઓની સુવિધામાં વધારો કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમના વિસ્તૃતિકરણ સાથે અદ્યતન બાબતોનું ધ્યાન રખાયું છે.જૂની બિલ્ડિંગોને સાચવી રાખવાથી લઈ નવા બિલ્ડિંગનું બાંધકામ અને અહીં આવતા મુલાકાતઓની સુવિધામાં વધારો કરવો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે, દેશ વિદેશમાં વસતા એવા લાખો લોકો છે જે ગાંધીજીના જીવન મૂલ્યોથી પ્રેરાયા છે એક તરફ અહિંસક રીતે દેશને આઝાદી અપાવવાની વાત હોય કે પછી ભૂખ્યા રહીને અયોગ્ય કર દૂર કરવાની વાત હોય આ તમામ બાબતોનું મહત્વ સમજાવતું ગાંધીજીનું આશ્રમ નવીન સ્વરૂપમાં આકાર પામશે, ત્યારે 12 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમ નવીનીકરણનો પાયો મુકશે જેને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News