ડીસા તાલુકાના રસાણા ખાતે દૂધ ચોરી કૌભાંડમાં તાલુકા પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-26 12:11:42
  • Views : 332
  • Modified Date : 2022-04-26 12:11:42

 

ડીસા તાલુકાના રસાણા ખાતે દૂધ ચોરી કૌભાંડમાં તાલુકા પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી

ડીસા તાલુકાના રસાણા ખાતે દૂધ ચોરી કૌભાંડમાં તાલુકા પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી આ સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો બનાસડેરીમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા ભીખાભાઈ કાળુભાઈ પવાયાએ આ સમગ્ર કૌભાંડ બાબતે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં ડીસા તાલુકાના બનાસ ડેરીના દૂધના ટેન્કર માંથી ચોરી થાય છે જેથી તેઓએ અન્ય સ્ટાફના માણસો સાથે રસાણા પાટિયા નજીક રાત્રિના સુમારે વોચ ગોઠવી હતી તે દરમિયાન ડીસા તરફથી આવી રહેલ ટેન્કર રોડ પર પડેલુ હતું. જોકે ત્યાં જઈ તપાસ કરતા ત્યાં ઉભેલા ચારેક માણસો ત્યાંથી નાસી ગયા હતા. અને તપાસ કરતાં ટેન્કર નજીક સફેદ કલરનો જીપડાલુ પણ પડેલું હતું અને જીપડાલામાં પડેલ બેરલમાં 900 લીટર દૂધ પડેલું મળી આવેલ આ મામલે બનાસડેરીના સિનિયર વિસ્તરણ અધિકારી ભીખાભાઈ કાળુભાઈ પવાયા એ ડીસા તાલુકા પોલીસ મથકે ટેન્કર ચાલક, ટ્રક ચાલક અને રિક્ષા ચાલક સહિત ચાર લોકો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ ડીસા તાલુકા પોલીસ મથકે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News