બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો વચ્ચે આજે કાંકરેજ તાલુકાના શિહોરી હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જ્યાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-29 13:39:53
  • Views : 791
  • Modified Date : 2021-08-29 13:39:53

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે હાલમાં જિલ્લાના દરેક તાલુકાઓમાંથી મોટા ભાગે રોજેરોજ નાના-મોટા અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે અને અત્યાર સુધી સર્જાયેલા અકસ્માતમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો કેટલાક લોકો મોતને પણ ભેટ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતોને હાલમાં લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જ એક વધુ અકસ્માત આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને શિહોરી હાઈવે પર સર્જાયો હતો કાંકરેજ શિહોરી હાઈવે પર આજે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર વ્યક્તિ ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જે વાત અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે શિહોરી પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે આવી લાશને પીએમ અર્થે મોકલી આ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News