વિદાય લેતા શિયાળા વચ્ચે ગુજરાત ફરી ઠંડીથી ઠુંઠવાયુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-23 13:27:40
  • Views : 61
  • Modified Date : 2024-02-23 13:27:40

ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. વહેલી સવારે અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડીમાં વધારાની આગાગી કરી છે.અમદાવાદમાં 16, વડોદરામાં 18.4, સુરતમાં 20.8 તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 20.6, ભુજ અને ડીસામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. પવનની દિશા બદલાતા હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે.રાજ્યમાં આવનારા 3 દિવસમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવાની દિશા બદલાતી હોવાથી આગામી 3 દિવસ ઠંડીનો ચમકારો રહેશે, કારણ કે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, તો આગામી 5 દિવસ માટે સૂકું વાતાવરણ રહેશે અને 3 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થશે.

Download Our B K News Today App



Related News