છેલ્લા બે દિવસમાં સચિવાલયના કુલ 71 અધિકારીઓ અને કર્મચારીઓ સંક્રમિત થયા, સર્કિટ હાઉસમાં 17 નો રીપોર્ટ પોઝિટીવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-01 12:08:58
  • Views : 267
  • Modified Date : 2021-04-01 12:08:58

    ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ તમામ હદ વટાવી ચૂક્યુ છે. ત્યારે ગાંધીનગરમાં પણ સચિવાયલ અને વિધાનસભામાં પણ તેની અસર જોવા મળી છે. સચિવાયલમાં    17 અધિકારીઓ અને કર્મચારીઓના રીપોર્ટ પોઝિટીવ આવ્યાં હતાં. તે ઉપરાંત સીએસ ઓફિસમાં જોઈન્ટ સેક્રેટરીના અંગત મદદનીશ સહિત બે કર્મચારીઓ સંક્રમિત થયાં હતાં. આ પહેલા ચાર મંત્રીઓની ચેમ્બરમાં અંગત સચિવ સહિતના અધિકારીઓ સંક્રમિત થઈ ચૂક્યા છે.મહત્વના વિભાગોના આઠ જેટલા ડેપ્યુટી સેક્રેટરીઓ ઉપરાંત છેલ્લા બે દિવસમાં સચિવાલયમાં 71 અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના પોઝિટીવ થયાં છે.

    મંગળવારે ઉર્જા મંત્રી સૌરભ પટેલ સહિત ત્રણ ધારાસભ્યોને કોરોનાને થતા માત્ર હાલના બજેટ સત્ર દરમિયાન જ 14 જેટલા ધારાસભ્યોને ચેપ લાગ્યો છે. બંદોબસ્તમાં રહેલા છથી વધારે સુરક્ષા કર્મચારીઓને પણ કોરોના થયો છે. મોટાભાગના કોરોનાગ્રસ્ત ધારાસભ્યો, અધિકારીઓ હોમ ક્વોરન્ટાઈન છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને દસાડાના નૌશાદ સોલંકી પોતાના ઘરે સારવાર હેઠળ છે.

    ગાંધીનગરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોવાથી નગરની સ્વૈચ્છિક સંસ્થાઓએ સ્વયંભૂ લોકડાઉન કરી કોરોનાની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવા નગરજનોને આહવાન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી વસાહત મહાસંઘ દ્વારા ચૂંટણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વસાહત મહાસંઘ ઘરે ઘરે જઈને કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવા નગરજનોને અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે ધીમે ધીમે ચૂંટણી રદ કરવાની માંગણીને નગરજનો પણ આવકારી રહ્યા છે. શહેર વસાહતમાં સંઘનું આંદોલન વેગવંતું બનતા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આગળ આવી છે.


Download Our B K News Today App



Related News