ફરી માવઠાની આગાહીઃ માર્ચથી મે દરમિયાન બીજા માવઠાની આગાહી.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-03-05 18:48:04
- Views : 430
- Modified Date : 2023-03-05 18:48:04
અગાઉ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 4થી 8 માર્ચમાં
માવઠું થવાની આગાહી કરી હતી. હજુ 8 માર્ચ સુધી ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળશે અને
અલગ-અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ પણ થયો છે. જોકે, માર્ચ
મહિનામાં વધુ એક વખત માવઠું થવાનું અનુમાન લગાવ્યું છે. અંબાલાલ પટેલે
જણાવ્યું છે કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રનો
ભેજ આવશે, જેના કારણે માર્ચ મહિનાના મધ્યમાં પણ માવઠું થવાની શક્યતા છે. 12
માર્ચથી વાતાવરણમાં પલટો આવશે. 14થી 17માં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. એટલું
જ નહી, 24થી 25 માર્ચના અરબી સમુદ્રમાં ભારે પવન
ફૂંકાશે અને ઉંચા મોજા ઉછળશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે
જણાવ્યું છે કે, એપ્રિલ મહિનામાં પણ વાતાવરણમાં
બદલાવ જોવા મળશે. એપ્રિલ મહિનામાં કરા અને વરસાદ પડવાની શક્યતા છે. તેમજ 26 એપ્રિલ બાદ કાળઝાળ ગરમી પડશે. 45 ડીગ્રી સુઘી તાપમાન પંહોચી જશે અને ગરમી રેકોર્ડ બનાવશે તેવું
અનુમાન છે. મે મહિનામાં 49 મહત્તમ તાપમાન પહોંચવાની શક્યતા છે.
તેમજ ગરમીના કારણે દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદ થોડો વહેલો આવી શકવાની શક્યતા
છે. તેમજ મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા છે. 15થી 19
મેમાં દક્ષિણ અંદમાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થશે. ચક્રવાત સક્રિય થાય ત્યારે
દક્ષિણ પૂર્વ તટ પરથી ભેજ ગુજરાત તરફ આવે છે. જેના કારણે મે મહિનામાં પણ ગુજરાતમાં
વરસાદ થવાની શક્યતા છે. માવઠાના કારણે ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે. સાથે બેવડી
ઋતુના કારણે લોકોના સ્વાસ્થ પર પણ અસર પડી રહી છે.
5
માર્ચે ડાંગ, તાપી, ભાવનગર, અમરેલીમાં
સામાન્ય વરસાદની આગાહી કરી છે. તેમજ ડાંગ અને તાપીમાં થન્ડર સ્ટ્રોમ થશે, જેના કારણે 30થી 40 કિલોમીટરની
ઝડપે પનવ ફૂંકાશે. અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
6 માર્ચે ડાંગ, તાપી, નર્મદા, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી
કરવામાં આવી છે અને ડાંગ, તાપી અને નર્મદામાં થંડર સ્ટ્રોમના કારણે 30થી 40 કિલોમીટરની
ઝડપે પવન ફૂંકાશે. જ્યારે વિજળીના ચમકારા સાથે વરસાદ થશે.
7 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, છોટા ઉદેપુર અને રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં થન્ડર સ્ટ્રોમના કારણે 30થી 40 કિલોમીટરની
ઝડપે પવન ફૂંકાશે અને વિજળીના ચમકારા સાથે વરસાદ થશે.
8 માર્ચના બનાસકાંઠા
સાબરકાંઠા, ડાંગ. તાપી નર્મદા, રાજકોટ ભાવનગર અને કચ્છમાં થન્ડર સ્ટ્રોમના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વિજળીના
ચમકારા સાથે વરસાદ થશે.
વેસ્ટન ડિસ્ટર્બન્સ અને સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે.
જેની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી
રહ્યો છે. રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થયું છે. જ્યારે કેટલાક વિસ્તારમાં
વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ વરસાદી
માહોલ યથાવત રહેશે. અને મહત્તમ અને લઘુતમ તાપમાન પણ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાતમાં
માવઠાની આગાહી છે.
મોંઘવારીના મારમાં ખેડૂતો પર માવઠાનો માર પણ પડી રહ્યો છે.
જ્યારે હવે તહેવારો પર પણ માવઠાની અસર જોવા મળશે. કારણ કે, 7 માર્ચે હોળી
છે. હોળી સાંજે પ્રગટાવવામાં આવે છે, પરંતુ માહોલ જોતા લાગે છે અમુક વિસ્તારમાં હોળી પર માવઠાનું
પાણી ફરી વળશે. કેમ કે, 7 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, છોટા ઉદેપુર
અને રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે, થન્ડર સ્ટ્રોમ
એક્ટિવીટી પણ સાંજના સમયે થતી હોય છે. એટલે લોકો પણ મૂંજવણમાં છે કે આ માવઠુ હોળી
પ્રગટાવવા દેશે કે નહીં?
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારમાં ભારે પવન સાથે માવઠું થયું છે. જેના કારણે પાકને નુકસાન થયું છે. શિયાળું પાક તૈયાર થઇ ગયો છે, પરંતુ માવઠાએ પાણી ફેરવી દીધું છે. ગીરમાં પણ કેસર કેરીના પાકને નુકસાન થવાની ભીતી છે. કારણ કે, ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડે તો પણ કેરીનો પાક ખરી પડે છે. બીજી બાજુ, અમદાવાદ શહેરના વાતાવરણમાં વહેલી સવારથી પલટો જોવા મળ્યો છે અને ભારે પવન ફૂંકાય રહ્યો છે. વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 17
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 40
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 173
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 156
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 83
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 138
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 113
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 64
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 74
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 63
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 75
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 67
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 111
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 118
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 112
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



