24 કલાકમાં 63,294 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, વિશ્વના કોઈપણ દેશમાં આટલા દર્દી નથી આવ્યા; નવા કેસ મુદ્દે મહારાષ્ટ્ર વિશ્વમાં પ્રથમ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-12 12:14:34
  • Views : 251
  • Modified Date : 2021-04-12 12:14:34

    મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 63 હજાર 294 નવા કોરોનાના દર્દીઓ મળ્યા છે. રવિવારે વિશ્વમાં ક્યાંય પણ આટલા બધા કેસ નોંધાયા નથી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રાઝિલ જેવા દેશો પણ મહારાષ્ટ્રથી પાછળ છે. આ કોરોનાની ગતિ ત્યારે છે જ્યારે રાજ્યમાં શનિવાર-રવિવારે બે દિવસનું વીકેન્ડ લોકડાઉન હતું. Worldometersના મુજબ, નવા કેસો મુદ્દે મહારાષ્ટ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. મહારાષ્ટ્રએ અમેરિકા, ફ્રાન્સ અને બ્રાઝિલને પણ પાછળ છોડી દીધું છે.

    ભારતના સૌથી વધુ અસરગ્રસ્ત આ રાજ્યમાં મૃત્યુદર 1.7% છે. કુલ એક્ટિવ કેસ હવે 5 લાખ 65 હજાર 587 થઈ ગયા છે. મુંબઈમાં છેલ્લા 20 દિવસથી 1,54,300 લોકો કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. અહીં સરેરાશ 7,715 લોકો દરરોજ કોરોના પોઝિટિવ મળી રહ્યા છે. મુંબઈમાં એક્ટિવ દર્દીની સંખ્યા 67,092 થઈ ગઈ છે.સીએમ ઉદ્ધવ ઠાકરે લોકડાઉનથી પ્રભાવિત વર્ગ માટે આર્થિક પેકેજને અંતિમ સ્વરૂપ આપવા માટે આજે કેબિનેટના અન્ય સભ્યો સાથે બેઠક કરશે. આમાં સંપૂર્ણ લોકડાઉન અંગેનો અંતિમ સંમતિ બની શકે છે. આ પહેલાં રવિવારે વિપક્ષી નેતા ફડણવીસે કહ્યું હતું કે જનતા અને ઉદ્યોગપતિઓનાં હિતનું ધ્યાન રાખવું જોઈએ.

    આ દરમિયાન BMCએ મહાનગરમાં સવારે સાત વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી દારૂની હોમ ડિલિવરીની મંજૂરી આપી છે. હોમ ડિલિવરી કરતા કર્મચારીઓને તમામ કોરોના નિવારણ નિયમોનું પાલન કરવું પડશે અને તમામના RT-PCR અથવા રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત રહેશે.

    બૃહન્મુંબઈ મહાનગરનગરપાલિકા (BMC) દ્વારા કોવિડ-19 વેક્સિનનો નવો જથ્થો ઉપલબ્ધ કરાવ્યા બાદ શહેરમાં 12 એપ્રિલ (આજ)થી 71 ખ્સ્ન્સ્ગિ હોસ્પિટલોમાંથી 62માં વેક્સિનેશન ફરીથી શરૂ થશે. BMC કમિશનર ઇકબાલસિંહ ચહલે માહિતી આપી હતી કે 49 સરકારી કેન્દ્રો પર વેક્સિનેશન ચાલુ છે. મુંબઇમાં દરરોજ આશરે 40થી 50 હજાર લોકોને વેક્સિન આપવામાં આવશે. ખાનગી વેક્સિનેશન કેન્દ્રોમાં વેક્સિનના અભાવને કારણે 10 અને 11 એપ્રિલના રોજ વેક્સિન આપવામાં આવી ન હતી. હવે એની શરૂઆત સોમવારથી (આજે) થશે.

    દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને BMC હવે 5 સ્ટાર હોટલના 600 રૂમ પોતાની કબજામાં લઈ રહી છે. આ રૂમમાં દર્દીઓને રાખવામાં આવશે કે જેઓ 10 દિવસની સારવાર પછી પણ પોઝિટિવ છે, જેમનું ઓક્સિજનનો સ્તર સામાન્ય છે, તાવ નથી. આ દર્દીઓની સંભાળ લેવા માટે ખાનગી હોસ્પિટલોની જવાબદારી રહેશે.રાજ્યની બેકાબૂ થતી પરિસ્થિતિ વચ્ચે રવિવારે સાંજે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, કોવિડ ટાસ્કફોર્સની સાથે મહત્ત્વપૂર્ણ બેઠક થઈ હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ કોરોનાના ફેલાવાને રોકવા માટે 8 દિવસના લોકડાઉનની તરફેણ કરી હતી. બીજી તરફ, કોવિડ ટાસ્કફોર્સના કેટલાક સભ્યોએ કહ્યું હતું કે સંક્રમણની ચેન તોડવા માટે 14 દિવસના કડક લોકડાઉનની જરૂર છે.




Download Our B K News Today App



Related News