છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 18 તાલુકાઓને મેઘરાજાએ ધમરોળ્યાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-19 15:48:17
  • Views : 122
  • Modified Date : 2023-06-19 15:48:17

ગુજરાતમાં હવામાનની આગાહી મુજબ મેઘમહેર જોવા મળી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના દાંતામાં 5 ઇંચ નોંધાયો છે. આ તરફ હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દાંતામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે અમીરગઢમાં સવા 2 ઈંચ, પોશિનામાં પોણા 2 ઈંચ, ખેડબ્રહ્મામાં પોણા 2 ઈંચ, વિજયનગરમાં 1.5 ઈંચ, વડાલીમાં 1 ઈંચ, ભીલોડામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે. કડી, તલોદ, ધનસુરા તાલુકામાં વરસાદ, માલપુર, ઈડર, ખાનપુર તાલુકામાં વરસાદ, ખંભાત, ગરબાડા, કપરાડા તાલુકામાં અને ગાંધીનગર, આણંદમાં વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે, આજે આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે આજે અમદાવાદ, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News