બનાસકાંઠાની સૌથી મોટી ગ્રામપંચાયતમાં રાજવી પરિવાર સામે રાવણા-રાજપૂત સમાજની મહિલાએ ઉમેદવારી નોંધાવતા ખરાખરીનો જંગ જામશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-04 12:23:43
  • Views : 3514
  • Modified Date : 2021-12-04 12:23:43

 

ઉમેદવારી પત્ર ભરવા માટે આવી રહેલુ હજારો માણસોનું આ ટોળું એ કોઈ વિધાનસભા કે સંસદ ની ચૂંટણી માટે ફોર્મ ભરવા નથી આવતા,  પરંતુ આ ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત એટલે કે દિયોદર ગ્રામ પંચાયતમાં મહિલા ઉમેદવાર ના સમર્થકો ની રેલી છે. ગુજરાતની સૌથી મોટી દિયોદર ગ્રામ પંચાયતમા આજે બે  મજબૂત મહિલા ઉમેદવારોએ સામ સામે ઉમેદવારી નોંધાવી હતી. આ વખતે દિયોદર ગ્રામ પંચાયત માં મહિલા સીટ છે જેને માટે પૂર્વ સરપંચ અને રાજવી પરિવાર માંથી આવતા ગિરિરાજ સિંહ વાઘેલા ના પત્ની કિરણકુમારી વાઘેલાએ ઉમેદવારી નોંધાવી છે તો તેની સામે અહીં સૌથી મોટુ પ્રભુત્વ ધરાવતી સમાજમાંથી આવતા એટલે કે રાવણા રાજપૂત સમાજના જમનાબેન ભાટી એ ઉમેદવારીપત્ર ભર્યુ  છે. જેના કારણે આ વખતે બંને ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.

ગુજરાતની સૌથી મોટી ગ્રામપંચાયત નું સરપંચપદ હાંસિલ કરવા બંને મહિલા ઉમેદવારોએ જંગી સમર્થકો સાથે આજે ઉમેદવારી પત્રો ભર્યા છે ત્યારે હવે દિયોદર ની જનતા ફરી એકવાર રાજવી પરિવારને તાજ પહેરાવશે કે પછી પરિવર્તનનો પવન ફૂંકશે તે તો પરિણામ બાદ જ ખ્યાલ આવશે, પરંતુ આ વખતે સૌથી મોટી ગ્રામ પંચાયત માં ચૂંટણીમાં પણ ખરાખરી નો જંગ ચોક્કસ જામશે . 

Download Our B K News Today App



Related News