ડીસાની કચ્છી કોલોની વિસ્તારમાં ડીસા નગરપાલિકા પ્રમુખ દ્વારા નવી નું કામકાજ શરૂ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-14 11:24:55
  • Views : 213
  • Modified Date : 2022-06-14 11:24:55


ડીસા નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી ડીસા શહેરમાં અનેક વિકાસના કામો થઇ રહ્યા છે ખાસ કરીને દરેક શહેરનું ઓળખ તેના વિસ્તારમાં થતા વિકાસના કામોને લઈ જતી હોય છે ત્યારે ડીસા નગરપાલિકામાં ભાજપ ના પ્રમુખ રાજુભાઈ ઠક્કરે જ્યારથી શાસન સાંભળ્યું છે ત્યારથી ડીસા શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં રોડ સફાઈ અને લાઈટ ની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી તે વિસ્તારના લોકોએ વિકાસના નામે કઈ જ જોયુ ન હતું તેવા વિસ્તારોમાં આજે પાલિકા દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે ત્યારે ડીસા શહેરના કચ્છી કોલોની વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રસ્તા બાબતે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા ખાસ કરીને કચ્છી કોલોની વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ રસ્તાઓ ના કારણે વાહનચાલકો અને શાળાના વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકોની રજૂઆતના પગલે આજે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા લાખોના ખર્ચે નવા રોડ નું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું આજે શરૂ થયેલા નવા રોડ ના કામકાજ ને લઇ સ્થાનિક લોકોમાં પણ ખુશી જોવા મળી હતી અને વર્ષો બાદ નવા રોડ બનતા સ્થાનિક લોકોએ નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરનો આભાર વ્યક્ત કર્યો હતો


Download Our B K News Today App



Related News