કોરોના મહામારીમાં ખેડૂતોને શાકભાજીના ભાવ ન મળતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-09 13:13:54
  • Views : 256
  • Modified Date : 2021-06-09 13:13:54

     ચાલુ વર્ષે સમગ્ર ભારતભરમાં કોરોનાવાયરસ ની મહામારી ના કારણે અનેક લોકો ની પરિસ્થિતિ કફોડી બની છે ખાસ કરીને નાના-મોટા ધંધા-રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓની હાલત લોકડાઉનના કારણે પરિસ્થિતિ કફોડી બની છે બહારના રાજ્યોમાં કોરોનાવાયરસ ની મહામારી ના કારણે લોકડાઉન થઈ જતા તમામ ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે સાથોસાથ ખેડૂતોની હાલત પણ હાલમાં સૌથી વધુ કફોડી બની છે.

 

     આમ તો બનાસકાંઠા જિલ્લાને વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે સતત પાણીની અછતના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની હાલત વર્ષોથી કફોડી હતી પરંતુ સતત ખેડૂતોની રજૂઆતોને પગલે ગુજરાત સરકાર દ્વારા નર્મદા નહેર ની સ્થાપના કરવામાં આવી હતી જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયા હતા અને આજે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની ખેતી કરવાની પદ્ધતિ દેશ-વિદેશમાં પણ વખણાઈ રહી છે આજે બનાસકાંઠા જિલ્લામાં શાકભાજી અને ફળોનું મોટા પ્રમાણમાં ખેડૂતો ઉત્પાદન મેળવી રહ્યા છે જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને સારી આવક પણ થઈ રહી છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂત પર કુદરત જાણે રૂઠી ગઈ હોય એવું લાગી રહી છે ક્યાંક કમોસમી વરસાદ,તીડનો આતંક,  અને કોરોના વાયરસ ની મહામારી ના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે સતત મંદીના કારણે હાલ ખેડૂતો ભારે નુકસાનીનો સામનો કરી રહ્યા છે.

 

     બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ખેડૂતો શાકભાજીનું સૌથી વધુ વાવેતર કરે છે ચાલુ વર્ષે સારા પાકની આશાએ ખેડૂતોએ પોતાના ખેતરોમાં મોંઘાદાટ બિયારણો લાવી શાકભાજીનું વાવેતર કર્યું હતું પરંતુ જ્યારે શાકભાજીના ઉત્પાદન મેળવવાનો સમય આવ્યો ત્યારે જ કોરોનાવાયરસ ની મહામારી ફરી એકવાર વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જેના કારણે બનાસકાંઠા જિલ્લાની શાકભાજીના ખેડૂતોને ફરી એકવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો જેનું કારણ હતું કે ખેડૂતોએ કોરોનાવાયરસ ની મહામારીમાં પોતાના ખેતરમાંથી જે શાકભાજી સાધનો મારફતે શાક માર્કેટ સુધી પહોંચાડવામાં આવતી હોય છે તે શાકભાજી પહોંચાડવા માટે કોઈ વાહનો મળતાં ન હતા.જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.તો બીજી તરફ શાકભાજી ખરીદી કરવા માટે કોઈ વેપારી અને ગ્રાહક ન હોવાના કારણે ખેડૂતોએ ત્રણ મહિના સુધી પોતાના ખેતરમાં જ શાકભાજી રાખવાની ફરજ પડી હતી.જેના કારણે પણ ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

     હમ તો બનાસકાંઠા જિલ્લાની શાકભાજી જિલ્લામાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ માંગ રહેતી હતી પરંતુ કોરોનાવાયરસ ની મહામારીમાં બહારના રાજ્યોમાં સરકાર દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે બનાસકાંઠા જિલ્લાની શાકભાજી બંધ થઈ ગઈ હતી જેના કારણે સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીનું ઉત્પાદન કરતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાની શાકમાર્કેટમાં પણ શાકભાજીના ભાવ એકદમ ગગડી જતાં ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવે છે છેલ્લા બે વર્ષથી કોરોનાવાયરસ ની મહામારી ના કારણે સૌથી વધુ નુકસાન બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વેચવાનો વારો આવે છે એક તરફ સતત પાણીના તળ નીચે જતા ખેડુતોને નુકસાન વેઠવાનો વારો આવે છે તો બીજી તરફ કોરોનાવાયરસ ની મહામારીમાં શાકભાજીના ભાવ તળીયે બેસી જતા ખેડૂતો એ હાલ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ગત વર્ષે કોરોનાવાયરસ ની મહામારીમાં શાકભાજીના ખેડૂતોને મોટું નુકસાન થયું હતું ત્યારે આ વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગત વર્ષના નુકસાનમાંથી ભરપાઈ થશે તેવી આશાએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરોમાં મોંઘાડાટ બિયારણો લાવી શાકભાજીનું વાવેતર કર્યું હતું પરંતુ આ વર્ષે પણ શાકભાજીના ઉત્પાદન મેળવવાના સમયે છે ફરી એકવાર કોરોના નું ગ્રહણ લાગી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

Download Our B K News Today App



Related News