સૌરાષ્ટ્રના જામનગર અસરગ્રસ્ત વિસ્તાર મા દાઉદી વોહરા સમાજ દ્વારા મદદ પહોચાડવા મા આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-24 12:45:39
  • Views : 241
  • Modified Date : 2021-09-24 12:45:39

    સૌરાષ્ટ્ર ના જામનગર વિસ્તાર મા કુદરતે વેરેલી તારાજીમા પુરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના (આઠ) ગામના દાઉદી વ્હોરા સમાજના જનાબ આમિલસાહેબ શેખ મુસ્તફાભાઈ તેમજ મસુલ મુ.ઈબ્રાહીમભાઈ બન્ને સાહેબોની નિગેહબાની  હેઠળ બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ટોટાણા, ભદ્રેવાડી,શિયા,ઓઢા,વાલપુરા, આણંદપુરા,સુદ્રોસણ વિગેરે ગામો તેમજ પાટણ જીલ્લાના હારીજ તાલુકાના રૂગનાથપુરા, જસવંતપુરા,ખાખલ એમ ગામોના દાઉદીવ્હોરા સમાજના આગેવાનો દ્વારા પોતપોતાના ગામોમા સમાજના લોકો પાસેથી જામનગર પુરહોનારતમા અસરગ્રસ્ત થયેલા કુટુંબોને મદદરૂપ થવા યથા શક્તિ મદદ મેળવી તેમા (),આટો ૧૨૫૦ કિલો (),ચોખા ૧૮૦ કિલો (), ખાંડ ૭૫ કિલો (),ચા ૨૧ કિલો (),તેલ ૫૬ લીટર (),દાળ ૧૦ કિલો તેમજ જરૂરી રોકડ રકમ ઉમેરી  કુલ રૂપિયા ,૩૦,૦૦૦/- ઉપરાંતનો સામાન રૂગનાથપુરા મુકામે એકત્રીત કરી જામનગરના અસરગ્રસ્ત વિસ્તારમા રવાના કરવામા આવ્યો.

Download Our B K News Today App



Related News